સુરત અને જૂનાગઢમાં દલિતોનું વિરોધ પ્રદર્શન

ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (13:08 IST)

Widgets Magazine

dalit

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસાની આગની જ્વાળાઓ સુરત સુધી પહોંચી ગઈ છે. મુંબઇ, ઔરંગાબાદ અને અહમદનગર સહિતનાં શહેરો બાદ સુરતના દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. દરમિયાન કલેક્ટર કચેરી બહાર રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરતા ભારે ટ્રાફિકજામ સર્જાયો.
dalit

મહારાષ્ટ્રના પુણેમાં સોમવારે ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેને કારણે દલિત સંગઠનોએ મંગળવારથી મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. દલિત સંગઠનોએ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે એક પેસેન્જર ટ્રેનને તેમજ એક માલગાડીને અટકાવી હતી. ત્યારબાદ આજે ફરી દલિત સંગઠનોએ રિંગ રોડ આંબેડકર પ્રિતમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કલેક્ટર કચેરી બહાર લોકો રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરી હતી. અને મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની માંગ કરી હતી. ત્યારે બીજા દિવસે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી.
dalit

દલિત સંગઠનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો. તો બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા.જૂનાગઢના વંથલીમાં દલિતોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. 20 મિનિટથી વધારે સમય સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. તો જૂનાગઢમાં પણ રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ ચક્કાજામ કર્યો હતો.
dalitWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સીએમ રૂપાણીના હસ્તે ગાંધીનગરમાં અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ...

news

આઝાદીના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, આ ...

news

માતાના મૃત્યુ બાદ છ મહિનાની વૈદેહી હવે યુકેમાં ઉછરશે, બ્રિટિશ દંપત્તિએ બાળકીને દત્તક લીધી

સમાજમાં એવી ઘટનાઓ બને છે જે જોઈને ઇશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયા વગર રહેતો નથી. કચ્છ મહિલા ...

news

દલિત સંસ્થાઓ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન, પોલીસને ખડેપગે રહેવા આદેશ

દલિતોના હિતના રક્ષણ માટે ડો. આંબેડકરે 1926માં સ્થાપેલા સમતા સૈનિક દળ (SSD)એ ગુરુવારે ...

Widgets Magazine