માઉન્ટ આબુમાં ઠંડીએ લોકોને થીજાવ્યા... ન્યૂનતમ તાપમાન 1 ડિગ્રી..

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (11:54 IST)

Widgets Magazine
cold wave

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમપાત થતા તેની અસર રાજસ્થાનના રણમાં પણ જોવા મળી છે. સમગ્ર રાજસ્થાન થરથર કાપી રહ્યુ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં નખ્ખી લેઇક થીજી ગયુ છે. સવારે જયારે લોકો ઘરની બહાર નીકળ્યા તો તેઓની ગાડી ઉપર બરફ જામી ગયો હતો. ઘરની બહાર ડોલમાં રાખેલુ પાણી પણ બરફ થઇ ગયુ હતુ. આબુમાં દિવસનું તાપમાન 18 ડીગ્રી હતુ તો ન્યુનતમ તાપમાન 1 ડીગ્રી થઇ ગયુ છે.
 
રાજસ્થાનમાં સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં તાપમાન એક ડીગ્રી સુધી તુટે છે પરંતુ આ વખતે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં બરફ પડતા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં પારો 1 ડીગ્રી થઇ ગયો છે. ઠંડા પવનો ઉત્તર ભારતથી ફુંકાતા નખ્ખી લેઇક થીજી ગયુ છે. માઉન્ટ આબુ પ્રખ્યાત હિલ સ્ટેશન છે અને ત્યાં ઠંડીનું જોર વધતા તેની મજા લેવા પ્રવાસીઓ ઉમટી પડયા છે. હોટલો અને ગરમ વસ્ત્રોના વેપારીઓને તડાકો પડી ગયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
માઉન્ટ આબુ. ઠંડીએ લોકોને થીજાવ્યા Gujarati News Gujarat Samachar ન્યૂનતમ તાપમાન 1 ડિગ્રી..mount Abu Common Cold Weather

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Election Live: મોદીના વડનગર તથા અલ્પેશ અને જીજ્ઞેશ ઉપર સૌનુ ધ્યાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. સવારે ...

news

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને હાર્દિક પટેલે મતદાન કર્યું

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ઉત્તર અને મધ્યગુજરાતમાં 93 બેઠકો ...

news

પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ જાત જાતના સર્વેથી લોકો હેરાન

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાના મતદાન બાદ સોશિયલ મિડિયામાં જાત જાતના સર્વે વાયરલ થઇ ...

હાર્દિક અને રોબર્ટ વાડ્રાની થઈ હતી મુલાકાત દિનેશ બમભાનિયાનો આરોપ

હાર્દિક અને રોબર્ટ વાડ્રાની થઈ હતી મુલાકાત દિનેશ બમભાનિયાનો આરોપ

Widgets Magazine