મુખ્યપ્રધાન રુપાણીએ વીજળીવેગે ચારે ખૂણે હોસ્પિટલોની મુલાકાત લીધી- મૃતકાંક 230

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (15:29 IST)

Widgets Magazine

 

rupani

સ્વાઇન ફ્લૂ રોગચાળા વિશે ગુજરાત હાઇકોર્ટે વાસ્તવિક સ્થિતિ અંગેની કરેલી ટકોર કારણભૂત હોય તો ભલે પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી વીજળી વેગે રાજ્યના ચારે ખૂણે મહાનગરોની સિવિલ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. રુપાણી સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત સાથે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી તમામ જાણકારી મેળવી હતી. અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી કુલ 230ના મોત થયાનો સત્તાવાર આંકડો મળ્યો હતો. આજે વધુ 177 નવા કેસ મળી આવ્યા હતા. સવારે સીએમ રુપાણીએ સૂરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં.
rupani

સૂરતમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે સ્વાઇન ફ્લુ નિયંત્રણ માટે તમામ પગલાં લીધાં છે અને એની ફ્લૂ ટેમી ફ્લૂનું સૂત્ર નાગરિકોને આપતાં જણાવ્યું હતું કે તમામ પ્રકારની સારવાર મળી રહે તેનો પૂરતો પ્રબંધ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂના કેસીસ મહાનગરોમાં વધુ પ્રમાણમાં નોંધાયાં છે ત્યારે નાગરિકોને સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તે પણ સીએમ જણાવી રહ્યાં છે. રુપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. ઘેરઘેર સર્વે કરવામાં આવી રહ્યો છે. કુલ 2095 કેસો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ જણાયાં છે. તેમ જ રાજ્યમાં આજે નોંધાયેલા વધુ 12 મોતને લઇ મૃતકોની સંખ્યા 230 પર પહોંચી છે.
rupani

સીએમ વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને મળ્યાં હતાં. અહીંની મુલાકાત પતાવીને સીએમ રુપાણી રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત કરી છે. તેઓ સાંજે પાંચ વાગ્યા પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત લેવાના છે.અમદાવાદમાં ગઇ કાલે 91 કેસ નોંધાયા છે જેની કુલ સંખ્યા 212 કેસ પર પહોંચી ગઇ છે. મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને “ સ્વાઈન ફલૂ ”ના રોગ અંગે શહેર-જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્વાઈન ફલુની યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સથી માંડી વેન્ટિલેટર સુધીના તમામ જરૂરિયાતના સાધન અદ્યતન રાખવા તેમજ સાધનોની સમયાંતરે ચકાસણી કરવાની તાકીદ કરી હતી. સગર્ભા મહિલાઓને શ્રેષ્ઠ સેવાઓ મળી રહે તેમજ અન્ય સ્થળોએ રોગ ન પ્રસરે તે માટે સ્વચ્છતાની પૂરતી તકેદારી લેવા જણાવ્યું હતું. સ્વાઈન ફલુને નાથવા માટે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ સૌ સાથે મળીને મક્કમતાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ તેમણે સ્વાઈન ફલુની દવાઓ, લેબોરેટરી વગેરેની વિગતો મેળવી હતી. બેઠકમાં તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફલુ સંબંધે કરવામાં આવી રહેલી કામગીરીનું પાવર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ધારાસભ્યો બાદ ભાજપના નિશાન પર કોંગ્રેસની પાલિકા-પંચાયતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ૩ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે હવે કોંગ્રેસને ...

news

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ ગ્રસ્ત બાળકની લાશ રઝળી, પિતા પુત્રની લાશ લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયાં

ગુજરાતમાં હાલમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર મચી ગયો છે. ત્યારે સરકાર અને તંત્રની નિષ્ફળતાઓ ...

news

આતંકી હુમલાથી કંપી ઉઠ્યુ સ્પેન, 13 લોકોના મોત 50 લોકો ઘાયલ , પોલીસે 4 ને ઠાર કર્યા

સ્પેનના બાર્સેલોના ખાતે લાસ રામબ્લાસ પર્યટક વિસ્તારમાં બંધૂકધારીઓએ બે વાન પૂરપાટ દોડાવીને ...

news

જ્યા વાંદરાએ લહેરાવ્યો ત્રિરંગો

નમસ્કાર મિત્રો... સમાચાર જરા હટકેમાં આપનુ સ્વાગત છે.. 15મી ઓગસ્ટ અને 71માં સ્વતંત્રતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine