પીએમ આવે ખર્ચા કરાવે, નર્મદા મહોત્સવના ૧૭મીના કાર્યક્રમ પાછળ ૮૦ લાખનો ધૂમાડો થશે

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (12:35 IST)

Widgets Magazine


વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસ ભરપૂર તૈયારીઓ આદરી દીધી છે. નર્મદા મહોત્સવના નામે ભાજપ પણ ચૂંટણી બ્યૂગલ ફુંકવા જઇ રહી છે જેના ભાગરૃપે ૧૭મીએ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ડભોઇમાં પાછળ ભાજપ સરકાર રૃા.૮૦ લાખનો ધુમાડો કરશે. સૂત્રોના મતે, ડભોઇમાં મા નર્મદા મહોત્સવ યોજવા અત્યારથી જોરદાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. સરકારે સરદાર સરોવર નર્મદાના માથે તમામ ખર્ચ કરવાની જવાબદારી નાંખી છે.

ડભોઇમાં મા નર્મદા મહોત્સવમાં અંદાજે દોઢેક લાખ જનમેદની એકત્ર કરવા ભાજપે આયોજન કર્યું છે. ગુજરાતભરમાંથી આ કાર્યક્રમમાં લોકોને લાવવા લઇ જવા માટે ૧૮૦૦ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં એસટી બસો નર્મદા મહોત્સવમાં જોતરાશે તો તે દિવસે ગુજરાતભરમાં એસટી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. આ કાર્યક્રમમાં આવનારાં પ્રત્યેક એક વ્યક્તિ પાછળ અંદાજે રૃા.૫૦નો ખર્ચ કરવા સરકારે તૈયારી રાખી છે. સરકારે આદેશ આપતાં જીલ્લા કલેક્ટરોને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી નર્મદા મહોત્સવ માટે ડભોઇ આવનારાં લોકો માટે ફુડપેકેટ અને પાણીના પાઉચની વ્યવસ્થા કરવામાં આવનાર છે. કુલ મળીને રૃા.૭૫ લાખની ગ્રાન્ટ સરદાર સરોવર નર્મદા નિગમને કલેક્ટરોને ફાળવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતીમાં ડભોઇમાં યોજાનારાં નર્મદા મહોત્સવમાં ઘણાં વીવીઆઇપીને ખાસ આમંત્રિત કરાયાં છે. આ વીવીઆઇપીના ભોજન સમારોહ પાછળ જ રૃા.૫ લાખ ખર્ચ થવાનો અંદાજ છે. આમ, ડભોઇમાં ભારે ઝાકઝમાળ વચ્ચે નર્મદા મહોત્સવની ઉજવણી કરવા સરકારે તૈયારીઓ શરૃ કરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપ સરકારની ખાડા પુરવા નવી જાપાનની ટેકનોલોજી, જુઓ અમદાવાદમાં મજાક ઉડાવતો વાયરલ થયેલો વીડિયો

એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સ્માર્ટ સિટી બનાવવાના બળગાં મારે છે. બીજી ...

news

મ્યાનમાર સાથે સંબંધ મજબૂત કરવા પર ચર્ચા, મોદીની આંગ સાન સૂકી સાથે મુલાકાત

ચીનમાં બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી મંગળવારે ત્રણ દિવસીય યાત્રા ...

news

સોશિયલ મીડિયામાં જામેલી આઘા રેજો, વિકાસ ગાંડો થયોની મજાકથી ભાજપ લાલઘૂમ

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક દિવસોથી ભાજપના વિકાસના મૂદ્દાને લઈને ભારે મજાક અને રમૂજ ...

news

સમાજ માટે લડનારા હવે રાજકારણ કરી રહ્યાં છે. હાર્દિક અને અલ્પેશ કોંગ્રેસ પાસે બેઠકો માંગી હોવાની ચર્ચા

પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટણની રેલીમાં કોગ્રેસને સાથ આપવાનો ઈશારો કર્યો હતો તેની સાથે ...

Widgets Magazine