સોશિયલ મીડિયામાં જામેલી આઘા રેજો, વિકાસ ગાંડો થયોની મજાકથી ભાજપ લાલઘૂમ

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (15:38 IST)

Widgets Magazine

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક દિવસોથી ભાજપના વિકાસના મૂદ્દાને લઈને ભારે મજાક અને રમૂજ પેદા કરતા સંદેશાઓ ફરતા થયા છે. જેમાં ભાજપએ અત્યાર સુધીના શાસનમાં કરેલા વિકાસના દાવાઓની એક કહીને મજાક ઉડાવાઈ રહી છે કે, આઘા રેજો, વિકાસ ગાંડો થયો છે. કદાચ આટલા વર્ષોમાં પહેલી વાર એવું થયું છે કે, તમામ પ્રકારના પ્રચારમાં અને ખાસ કરીને સોશીયલ મીડિયામાં દરેક રાજકીય પક્ષોને હંફાવી દેનારા ભાજપના મોઢે, ‘વિકાસ ગાંડો થયો છે’ના મુદ્દે ફીણ આવી ગયા છે. અને તેથી જ ભાજપે પોતાનો બચાવ કરવા માટે એવું કહ્યું છે કે, હા, વિકાસ ગાંડો થયો છે અને હજુ તો વિકાસ તોફાની બનશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતુંકે, વિકાસ ગાંડો થયો છે એ વાત સાથે અમે બિલકુલ સહમત છીએ. જો વિકાસ ગાંડો ના થયો હોત તો નોટબંધી ના થઈ હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો ટ્રિપલ તલાકનો ચુકાદો ના આવ્યો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો બાબા રામ રહીમ હજુ પણ બળાત્કાર કરતો હોત. અને વિકાસ ગાંડો ના થયો હોત તો સર્જીકલ સ્ટ્રાઈક ના થઈ હોત. વધુમાં તેમણે એમ પણ કહ્યુંકે, વિકાસ તો હજુ ગાંડો થવાનો છે અને તે હવે ગાંડો થશે તો 370 કલમ હટી જશે. રામ મંદિરનો મુદ્દો પણ હલ થઈ જશે. સાથે જ જો હવે વિકાસ ગાંડો થશે તો પીઓકે પર ભારતનો ઝંડો હશે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે જણાવ્યું હતુંકે, હજુ તો વિકાસ તોફાની થવાનો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સમાજ માટે લડનારા હવે રાજકારણ કરી રહ્યાં છે. હાર્દિક અને અલ્પેશ કોંગ્રેસ પાસે બેઠકો માંગી હોવાની ચર્ચા

પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટણની રેલીમાં કોગ્રેસને સાથ આપવાનો ઈશારો કર્યો હતો તેની સાથે ...

news

Vadodara Ganpati Photos - આજે ગણેશ વિસર્જન... જુઓ વડોદરાના ગણપતિ..

ગણપતિના તહેવારની આમ તો મહારાષ્ટ્રમાં ખૂબ ધૂમ હોય છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે વડોદરાના ...

news

ભાજપ-કોંગ્રેસનું ગણિત ખોરવાશે: અનેક નાગરિક મંચ-સંગઠનો ચૂંટણીમાં ઝંપલાવવા તૈયાર

ગુજરાતમાં હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ ચૂંટણીમાં રાજ્યના ...

news

વાઘેલાના સમર્થકોએ લોન્ચ કર્યો ત્રીજો મોરચો, 'જન વિકલ્પ'

પાછલા ૬ મહિનાથી ગુજરાતના રાજકીય વાતવારણમાં અનેક વમળો સર્જાવનાર દિગ્ગજ રાજકીય નેતા, રાજયના ...

Widgets Magazine