સંવાદમાં બુદ્ધિજીવીઓને આમંત્રણ અપાયું હોત તો અમિત શાહનું પાણી મપાઇ જાત:કોંગ્રેસ

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (11:19 IST)

Widgets Magazine

 ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દ્વારા અમદાવાદ ખાતે યોજવામાં આવેલા 'યુવા સંવાદ કાર્યક્રમ'ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 'ફિક્સ' થયેલો 'ફ્લોપ શો' ગણાવ્યો છે અને ઉમેર્યું છે કે આ કહેવાતા સંવાદમાં સમાજના લેખકો, બુદ્ધિજીવીઓ, આલોચકો, વિવેચકો અથવા સાચી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો અમિત શાહના પગે રેલો આવી ગયો હોત તે નિશ્ચિત છે.

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે 'ભાજપ અને નેતાઓ હવામાં જ રહે છે, હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે જમીન પરની પકડ છૂટી ગઇ હોવાની પ્રતીતિ થઇ છે એટલે યુવા સંવાદ કાર્યક્રમ યોજવો પડયો છે. કહેવાતા સંવાદમાં અમિત શાહ ભૂલી ગયા કે આ કાર્યક્રમમાં કોંગ્રેસને સવાલ કરવાનો નહીં પણ ભાજપ સરકારે કરેલા વહીવટ સામે થતા સવાલોનો જવાબ આપવાનો હતો. અમિત શાહના કહેવા મુજબ ૩ લાખ સવાલ આવ્યા હતા અને તેના પરથી અંદાજ આવી શકે છે કે ગુજરાતમાં પરિસ્થિતિ કઇ હદે વકરી છે. ભાજપ પાસે સંવાદ જેવા કાર્યક્રમો યોજવા સિવાય કોઇ વિકલ્પ પણ નથી. કેમકે, તેમના સંગઠન કે સરકારના પ્રતિનિધિઓ લોકો વચ્ચે જઇ શકતા નથી. નીતિનભાઇ પોતાના સમાજના કાર્યક્રમમાં જાય તો પણ ખુરશીઓ ઉછળે છે, પ્રદિપસિંહને વિધાનસભામાં જ બેકારીથી કંટાળેલો યુવાન જૂતું મારે, નવજાત શિશુ જેવા યુવા અધ્યક્ષ રૃત્વિજ પટેલ તો જાણે એક ટેસ્ટરની ભૂમિકા અદા કરે છે. રોષ માપક યંત્રની જેમ ભાજપ તેમને જે-તે વિસ્તારમાં ધકેલી પ્રજાના રોષનું માપ કાઢે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમિત શાહ બુદ્ધિજીવી ભારતીય જનતા પાર્ટી લેખકો બુદ્ધિજીવીઓ આલોચકો વિવેચકો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં અમિત શાહનો યુવાને સાથે સંવાદ

નવેમ્બર અંત-ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી

news

અમદાવાદ શહેરમાં ‘લોક આઉટ’ અને પોલીસની રજા રદ, ‘રેડ એલર્ટ’

અમદાવાદ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ઘટનાનું સાક્ષી બનવાનું છે. ચિનના વડાપ્રધાન જીનપિંગ ત્રણ ...

news

ચૂંટણી ટાણે જ મોદી ગુજરાતને ૪ લાખ કરોડના પ્રોજેકટોની લોલીપોપ આપશે

વડાપ્રધાન મોદીનું હાલનું કેન્દ્ર પોતાનું ગૃહ રાજય ગુજરાત છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત ...

news

પાટણ અને મહેસાણામાં પ્રવેશ નહીં કરવાની શરતે હાર્દિક પટેલને જામીન મળ્યાં

પાટણ ખાતે 26 ઓગસ્ટે યોજાયેલા 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ પહેલાં નવજીવન હોટલમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine