ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હાર્દિકની ધરપકડ કરવા રજુઆત કરી

શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (12:36 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર આંદોલન ફરીથી ઘગઘગતુ થયું છે. ત્યારે તેના પ્રણેતા હાર્દિક પટેલ સામે દાખલ થયેલા રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરવા માટે સરકારે કોર્ટમાં રજુઆત કરી હતી. આ કેસમાં હાર્દિકને મળેલા જામીનની શરત પ્રમાણે તેણે દર સપ્તાહે કોર્ટમાં હાજરી આપવી ફરજીયાત છે. પરંતુ તાજેતરમાં જ મુદત હોવા છતાં તે હાઈકોર્ટમાં હાજર થયો નહોતો. જેથી આ કારણથી ગુજરાત સરકારે કોર્ટમાં અરજી દાખલ કરીને હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવાની માંગ કરી છે. સરકારે કોર્ટમાં કરેલ રજુઆત મુજબ હાર્દિક પટેલ મનમાની કરીને જામીનની શરતોનોભંગ કરી રહ્યો છે. જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તેને દર શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. જો કે  હાર્દિકે શુક્રવારે કોર્ટમાં હાજર ન રહીને જામીનની આ શરતનો ભંગ કર્યો છે. બીજી તરફ હાર્દિક પટેલે આ મામલે પોતાની વ્યસ્તતાનું કારણ રજૂ કરી કોર્ટમાં હાજર ન રહેવા બદલ માફી માંગી હતી. તેમજ હવે પછી આવી કોઈપણ ભૂલ ન કરવાની અને જામીનની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી સાહેબ ફરીવાર ગુજરાતમાં આજે રાત્રે પધારશે

જાપાનના પીએમ સાથે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું ભૂમીપૂજન કર્યા બાદ હવે પીએમ મોદી ફરીવાર આજે ...

news

100 કરોડની પ્રોપર્ટી છોડીને આ નીમચના આ દંપતિ સુરતમાં લેશે દીક્ષા !!

મધ્યપ્રદેશના નીમચ જીલ્લામાં રહેનારા એક કપલે સંન્યાસી બનવા માટે પોતાની ત્રણ વર્ષીય બાળકી ...

news

રોડરેજમાં રને મહિલા મારી થપ્પડ, મહિલાની ધરપકડ

ખતરનાક રીતે કાર ચલાવી રહેલી એક મહિલાએ લાંબા સમય સુધી આર્મીના ટ્રકને સાઈડ ન આપી. આર્મીનો ...

news

મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર, આવતીકાલે જન્મદિવસ પર લેશે માતા હિરાબાના આશીર્વાદ

પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચશે. તેઓ આજે રાત્રે 9 ...

Widgets Magazine