મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (14:15 IST)

વડોદરામાં ભાજપના કાઉન્સિલરને લોકોએ ઝાડ સાથે બાંધીને ફટકાર્યા

વડોદરામાં વોર્ડ નં-5ના ભાજપના કાઉન્સિલર હસમુખ પટેલને બાપોદ વિસ્તારના સ્થાનિક લોકોએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના બપોદ તળાવ પાસે તાજેતરમાં જ કોર્પોરેશનની ટીમે ઝુપડપટ્ટી તોડી પાડી હતી. ત્યારબાદ ભાજપના કાઉન્સિલર હસમુખ પટેલ આજે બાપોદ તળાવ પાસે ગયા હતા. આ સમયે ત્યાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કાઉન્સિલર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી દીધા હતા. અને તેમને માર પણ માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને હસમુખ પટેલને મુક્ત કરાવીને હોસ્પિટલ લઇ જવાયા હતા. અને બાપોદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.