આશાવર્કરોથી ગભરાઈને કરઝણના ધારાસભ્ય દોડ્યા

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (14:18 IST)

Widgets Magazine
asha workar


ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરામાં આંદોલન કરી રહેલી આશાવર્કરોએ કરઝણના ધારાસભ્ય સતિષ પટેલનો ઘેરાવ કર્યો હતો. વર્કરોએ ભારે સુત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરીનું પટાંગણ પણ ગજવી નાંખ્યું હતું. આશા વર્કરોએ 'ભાગ્યો...'તેવા સૂત્રોચ્ચારો કરી કલેક્ટર કચેરી ગજવી દીધી હતી. સમાન વેતન સમાન હક, લઘુત્તમ વેતન આપો, ફિક્સ પગાર પ્રથા બંધ કરો જેવી વિવિધ માંગણીઓ સાથે આશા વર્કરો કલેક્ટર કચેરીમાં પ્રતિક અને આમરણાંત ઉપવાસ કરી રહી છે. વિવિધ કાર્યક્રમો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે છેલ્લા 25 દિવસથી આંદોલન ચલાવી રહેલી આશા વર્કરોએ હવે ભાજપાના હોદ્દેદારોનો ઘેરાવ શરૂ કર્યો છે.
asha workar

કરજણના ભાજપાના ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) કલેક્ટર કચેરીમાં કામ માટે આવ્યા હતા. કલેક્ટર કચેરીની બહાર પોતાની કાર પાર્ક કરીને કલેક્ટર કચેરીમાં આવી રહ્યા હતા. આશા વર્કરોએ એમ.એલ.એ.નો ઘેરાવો કરી સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા. હાય રે ભાજપા હાય..હાય.., હાય રે વિકાસ હાય..હાય..જેવા સૂત્રોચ્ચાર કરતા ભાજપા એમ.એલ.એ.ને ઉલટા પગે ભાગી જવાનો વખત આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપે મને ઘણું શીખવ્યું છે - વડોદરામાં રાહુલ ગાંધીનો સીધો સંવાદ

મધ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બીજા દિવસે ...

news

રાહુલ ગાંધીનો ફેન, વડોદરામાં રીક્ષા ભાડામાં 18 ટકા રાહત આપે છે.

દેશભરમાં જીસેટીને લઇને વેપારીઓના ધંધા ઉપર અસર પડી છે. જેને લઇને વેપારીઓ દ્વારા જીએસટીનો ...

news

ધ વાયર વેબસાઈટ સામે ભાજપ અધ્યક્ષના પુત્ર જય શાહે બદનક્ષીની ફરિયાદ કરી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અમિત શાહના પુત્ર જય શાહે આજ મેટ્રોપોલિટન કોર્ટ નં. ૧૩ ...

news

આનંદીબેન પટેલનો પત્ર કેમ લીક થયો ?

ચૂંટણી આડે હવે માંડ પૂરા બે મહિના પણ રહ્યા નથી ત્યાં જ ફરીથી ભાજપમાં ભડકો થયો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine