ગેરકાયદે સિંહદર્શન કર્યાના આરોપ હેઠળ રામકથાકાર મોરારીબાપુ વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (17:25 IST)

Widgets Magazine
morari bapu


જાણિતા મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર વિસ્તારમાં જંગલમાં વિહરી રહ્યાં હતા ત્યારે તેમનાથી સાત ફૂટ દૂર એક સાવજ રસ્તા વચ્ચે નિદ્રાધીન અવસ્થામાં હતો. બાપુએ પણ એ ઘડીને નિહાળવા માટે ત્યાં જ આસન જમાવી દીધું હતું અને સિંહને નિદ્રામાં કોઇ વિક્ષેપ ન પડે તેવું કર્યું હતું. જોકે, થોડીવારમાં સિંહને ત્યાંથી તગેડી દેવામાં આવ્યો હતો અને બાદમાં બાપુ પણ પોતાના માર્ગે આગળ વધી ગયા હતા. બાપુ અને સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
morari bapu

જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે મોરારિબાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે. માહિતી અનુસાર પોરબંદરના વકીલ ભનુ આડોદરાએ ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં અરજી કરી છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છેકે, કથાકાર મોરારિબાપુએ જૂનાગઢના ગીર અભ્યારણમાં ગેરકાયેદસર સિંહ દર્શન કર્યા છે. બાપુને ગેરકાયેદસર સિંહ દર્શન કરાવનાર વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.  સિંહને નિહાળ્યો હોવાનો ઉલ્લેખ બાપુએ પોતાની ચાલી રહેલી રામકથા દરમિયાન પણ કર્યો હતો અને કહ્યું હતું કે મારી ઇચ્છા સાવજની નજીક જવાની હતી, પરંતુ મને કોઇએ જવા દીધો નહીં. જો મને જવાની તક મળી હોત તો હું સિંહ પર હાથ ફેરવત.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોરારિબાપુ રામકથાકાર સિંહદર્શન. આસન જમાવી દીધું . વન વિભાગના અધિકારી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આશાવર્કરોથી ગભરાઈને કરઝણના ધારાસભ્ય દોડ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરામાં આંદોલન ...

news

ભાજપે મને ઘણું શીખવ્યું છે - વડોદરામાં રાહુલ ગાંધીનો સીધો સંવાદ

મધ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બીજા દિવસે ...

news

રાહુલ ગાંધીનો ફેન, વડોદરામાં રીક્ષા ભાડામાં 18 ટકા રાહત આપે છે.

દેશભરમાં જીસેટીને લઇને વેપારીઓના ધંધા ઉપર અસર પડી છે. જેને લઇને વેપારીઓ દ્વારા જીએસટીનો ...

news

ધ વાયર વેબસાઈટ સામે ભાજપ અધ્યક્ષના પુત્ર જય શાહે બદનક્ષીની ફરિયાદ કરી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અમિત શાહના પુત્ર જય શાહે આજ મેટ્રોપોલિટન કોર્ટ નં. ૧૩ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine