ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની રજૂઆત

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (11:41 IST)

Widgets Magazine

 
કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સહિતની ટીમે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેમજ તેમનાં પ્રશ્નો સાંભળ્યા હતાં અને તેમાંથી કેટલીક સમસ્યાઓ ઉકેલવાની ખાતરી પણ આપી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા પંચ સમક્ષ એવી દહેશત વ્યક્ત કરાઇ છે કે આગામી ચૂંટણી મુસ્લિમો- હિન્દુઓના વિભાજનને આધારે જ લડાશે. કોંગ્રેસ તરફથી તેમના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લેખિત-મૌખિકમાં રજૂઆત કરી હતી કે, સંવેદનશીલ વિસ્તારોમાં ધાર્મિક ધૃ્રવિકરણ ઉભુ કરીને કટ્ટરવાદી તત્વો યેનકેન પ્રકારે શાંતિ-ભાઇચારાનું વાતાવરણ ડહોળવા માગે છે. તેઓ સમાજમાં અશાંતિ ફેલાવી ચૂંટણી જીતવા માગે છે. રાજ્યમાં તાજેતરમાં જ બોમ્બ મળવાની ઘટના ઘણો લાંબો સમય પછીથી બની છે. ભૂતકાળમાં રથયાત્રા અને ચૂંટણી પહેલા આ પ્રકારનાં બોમ્બ મળવા, તોફાન થવા અને એન્કાઉન્ટરની ઘટના બનતી હતી. જેની સીધી અસર ચૂંટણી પર થતી હતી. આવી સ્થિતીમાં ચૂંટણી પંચે રાજ્યનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ભભ્ફ કેમેરા લગાવવા જોઈએ. એટલું જ નહીં શંકાસ્પદ કટ્ટરવાદી તત્વોની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી તેમના મોબાઇલ ફોનને ઓબ્ઝર્વેશનમાં મુકવા જોઈએ. અત્યારથી જ પોલીસ અધિકારીઓના પોઇન્ટ ગોઠવીને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ ગોઠવવું જોઈએ. બીજી બાજુ ભાજપ દ્વારા પણ મતદાનનો સમય વધારવાની માગણી કરાઇ હતી. જો કે કોંગ્રેસ દ્વારા ફફઁછ્ ની તપાસની તેમજ મતદાર યાદીમાંથી છેલ્લી ઘડીએ નામ ગુમ ન થઇ જાય તેની તકેદારી રાખવાની વાત કરી હતી. ત્યારબાદ બપોરે ચૂંટણી પંચની ટીમે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જિલલા કલેકટરો, પોલીસ કમિશનરો વગેરે સાથે બેઠક કરી હતી. જેમાં મતદાર યાદી, જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપન પ્લાન, મતદાન મથકો, મતદાર જાગૃતિ, પેઇડ ન્યુઝ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સોશ્યલ મિડીયાનાં ઉપયોગ વગેરે સંદર્ભની ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી હતી. આ મીટીંગમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિ, ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત અને સુનિલ અરોરાની સાથે સીનિયર નાયબ ચૂંટણી કમિશનર સંદીપ સકશેના, સુદીપ જૈન, મહાનિર્દેશક દિલીપ શર્મા, મહાનિર્દેશક ધીરેન્દ્ર ઓઝા, નિખીલ કુમાર નિયામક, સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સીસીટીવી કેમેરા ભાજપના કાર્યક્રમો. ફ્લોપ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ભારત પાકિસ્તાન સમાજવાદી પાર્ટી મુલાયમ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ઉત્તરપ્રદેશ રાજનીતિ Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News News Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં રાતોરાત ઘટાડો કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ...

news

Top 10 'Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર (10/10/2017)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બચ્યાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ...

news

જુઓ આનંદીબેને ચૂંટણી નહીં લડવા કોને પત્ર લખ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર ...

news

રાજકોટમા ભાજપના અગ્રણી પર હૂમલો

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર અને કારચાલક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine