ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં રાતોરાત ઘટાડો કર્યો.

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (11:13 IST)

Widgets Magazine


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા  સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારે વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. જેમાં પેટ્રોલમાં રૂ. 2.92 અને ડીઝલ રૂ. 2.72નો ભાવ ઘટાડો જાહેર કર્યો હતો.

જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા 28.96% વેટ પર 4 ટકાનો ઘટાડો કરીને 67.53 પેટ્રોલનો અને 60.77 ડીઝલનો ભાવ જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલ પર નવો ભાવ આજ રાતથી(મંગળવાર) અમલી બનશે. વેટમાં ઘટાડાને કારણે સરકારની આવકમાં રૂ. 2316 કરોડનો ઘટાડો થશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પેટ્રોલ અને ડીઝલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવ ઘટાડો જાહેર કર્યા બાદ જણાવ્યું હતું કે, ભાવ ઘટાડાથી નાગરિકોને લાભ થશે અને સરકાર તરફથી દીવાળીની ભેટ છે. પહેલા વેટ 24% હતો જે ઘટીને હવે 20% થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જેણે કેન્દ્રની અપીલ પર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. રાહુલની ગુજરાત મુલાકાત અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, તેમના અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપવી. કેમ કે તેમને જીએસટીનું મર્યાદિત જ્ઞાન છે. કાઉન્સિલ જીએસટીમાં ફેરફાર કરી શકે છે નહીં કે પાર્ટી કે વ્યક્તિ. રાહુલ ભલે અહીં કંઈ પણ કહે પરંતુ તેમના મંત્રીઓ પંજાબ, કર્ણાટક અને અન્ય વિરોધી મંત્રીઓ બધા જ જીએસટીના નિર્ણયમાં સામેલ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Top 10 'Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર (10/10/2017)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બચ્યાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ...

news

જુઓ આનંદીબેને ચૂંટણી નહીં લડવા કોને પત્ર લખ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર ...

news

રાજકોટમા ભાજપના અગ્રણી પર હૂમલો

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર અને કારચાલક ...

news

કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિના વડપણ હેઠળ ચૂંટણી પંચના વરિષ્ઠ ૧૧ અધિકારીઓ સોમવારથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine