પારસી બિનપારસીને પરણેલી મહિલાઓ માટે નિયમો સુધારાયા

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (16:02 IST)

Widgets Magazine
parsi


સુપ્રીમ કોર્ટના સૂચન બાદ વલસાડની પારસી પંચાયતે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પારસી પંચાયતે બિનપારસીને પરણેલી બે પારસી મહિલાઓને અગિયારીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી છે.  પારસી પંચાયતે આ મહિલાઓની તરફેણમાં વધુ એક નિર્ણય લઈ તેમને સ્વજનોના અવસાન વખતે અંતિમ વિધિમાં ટાવર ઓફ સાયલેન્સ (દખમું) માં પણ ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે પારસી સમાજને વધુ પ્રગતિશીલ બનવા માટે સૂચન કર્યુ છે. ગત બોમ્બે હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે લગ્ન પછી પત્નીનો ધર્મ તેના પતિના ધર્મમાં ભળી જાય છે.ગુલરોખ ગુપ્તા નામની પારસી મહિલાનો કેસ તેના વતી તેની બહેન શિરાજ કોન્ટ્રાક્ટર પાટોડીયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. પારસી પંચાયતે અગાઉ આવી બિનપારસીને પરણી હોય તેવી પારસી મહિલાઓને અગિયારીમાં પ્રાર્થના કરવા કે પરિવારજનોની અંતિમવિધિમાં, ખાસ તો દખમુંમા હાજર રહેવાની મંજૂરીનો ઈનકાર કરાયો હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પારસી સમાજમાં ટાવર ઓફ સાયલેન્સ (દખમું) માં અવસાન પામેલી વ્યક્તિના પાર્થિવ દેહને કૂવામાં લટકાવી દેવામાં આવે છે. પરંપરાઓ મુજબ તો મૃતદેહ ગીધો કે સમડીઓ ખાઈ જાય તેવા હેતુસર તે આ રીતે લટકાવી દેવાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો સર્જાતા કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરીયાદ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. મોદીને જોવા માટે ...

news

પાટણમાં 109 વર્ષના સાસુને વહુઓએ ખાટલામાં બેસાડીને મતદાન કરાવ્યું

ગુજરાતમાં બીજા તબક્કાનું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. ત્યારે એવા અનેક મતદારો છે જેમની ઉંમર ...

news

વિસનગરમાં બે જૂથ વચ્ચેની બોલાચાલીમાં મામલો બીચક્યો, પત્થર મારાની ઘટના

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને સુરક્ષા ...

news

12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 24 ટકા, વડોદરામાં 32 ટકા, કુલ 39 ટકા મતદાન નોંધાયું

આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ 14 ...

Widgets Magazine