અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઇફોઈડના દર્દીઓમાં વધારો

ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:51 IST)

Widgets Magazine
civil hospital


શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૩ દિવસમાં ઝાડા-ઊલટીના ૪૭૩ કેસો, કમળાના ૧૭૪ કેસો, ટાઇફોઈડના ૧૪૩ કેસો, સાદા મેલેરિયાના ૮૦ કેસો, ઝેરી મેલેરિયાના ૩૯ અને ડેન્ગ્યુના ૩૭ તથા ચિકન ગુનિયાના ત્રણ કેસો નોંધાયા હતા. શહેરમાં શીતલહેર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં ઠંડી વધે તેવા સંજોગોમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હોય છે પણ અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાની બેદરકારીને લીધે શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.

શહેરમાં ૧થી ૨૩ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઝાડાઉલટીના ૪૭૩, કમળાના ૧૭૪ અને ટાઇફોઈડના ૧૪૩ કેસ નોંધાયા છે. જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા તો ત્રણગણી માનવામાં આવે છે. આ સમયગાળામાં સાદા મેલેરિયાના ૮૦, ઝેરી મેલેરિયાના ૩૯, ડેન્ગ્યુના ૩૭ અને ચીકનગુનિયાના ૩ કેસ હોસ્પિટલમાં દાખલ થયા છે. શહેરમાં છેલ્લા બે મહિનાથી પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. પહેલાં ઠંડી વધતાની સાથે પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હતો પણ હવે ઠંડી વધી રહી છે છતાં પણ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડાઉલટીના કેસો વધી રહ્યા છે. સૂત્રો એવું કહે છે કે, શહેરમાં મેટ્રો સહિત મોટા પ્રોજેક્ટોની કામગીરી ચાલી રહી છે જેથી છાશવાર પાણીની લાઈનોમાં ભંગાણ પડે છે જેથી પૂર્વ અને પશ્ર્ચિમના કેટલાક વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી છે જેથી પ્રદુષિત પાણીની સમસ્યાને લીધે શિયાળામાં પણ પાણીજન્ય રોગચાળો દેખાઈ રહ્યો છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીમા મહિલા પોલીસનો માસ્ટર પ્લાન

અમદાવાદીઓએ નવા વર્ષની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારે પોલીસ વિભાગ પણ આ નવા ...

news

અમદાવાદમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેમલછેલ અટકાવા માટે પોલીસનો એકશન પ્લાન

ગુજરાતમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાનો થનગની રહ્યાં છે. બીજી તરફ બુટલેગરો પણ ...

news

જય જવાન, જય વિજ્ઞાનનાં સમન્વયથી બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે: મુખ્ય પ્રધાન રૂપાણી

વર્ષ ૨૦૩૦માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્થાન અપાવવાનો ...

news

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન પર સમર્થકો સાથે જિજ્ઞેશ મેવાણીનો હલ્લાબોલ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો આંદોલન

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની રજૂઆત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ...

Widgets Magazine