અમદાવાદમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેમલછેલ અટકાવા માટે પોલીસનો એકશન પ્લાન

ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:35 IST)

Widgets Magazine


ગુજરાતમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાનો થનગની રહ્યાં છે. બીજી તરફ બુટલેગરો પણ ૩૧મી ડિસેમ્બરની પાર્ટીઓમાં દારૂની રેલમછેલ કરવા પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે પોલીસે ૩૧મી ડિસેમ્બરે પાર્ટીઓ ઉપર નજર રાખવા તથા દારૂની મહેફીલો ઉપર ત્રાટકવા માટે પોલીસ સજ્જ બની છે તેમજ એકશન પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ૩૧મી ડિસેમ્બરની યુવાનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમ જ કેટલાક યુવાનો વિદેશી દારૂનો નશો કરીને છાકટા બનતા હોય છે. શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસો અને પાર્ટી પ્લોટોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. નવા વર્ષની આગલી રાત એટલે કે ૩૧મી ડિસેમ્બરે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટી યોજાશે. ડીજે પાર્ટી તો ઠીક પણ લોકો દારૂની પાર્ટી પણ કરતા હોય છે. જેને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ વખતે હવે પોલીસ સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી કાર્યવાહી કરાશે. પોલીસ ૩૧મી ડિસેમ્બર માટે સજ્જ છે અને પોલીસે એકશન પ્લાન પણ ઘડી કાઢ્યો છે. શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં વાત કરીએ તો પોલીસ બે વિસ્તારમાં ખાસ ધ્યાન રાખશે. એક તો એસજી હાઈવે અને બીજો સીજી રોડની આસપાસનો વિસ્તાર. આ ઉપરાંત કોઈ હાઇપ્રોફાઇલ દારૂ કે અન્ય નશાકારક પાર્ટી યોજાશે તો તેની પર પણ પોલીસ બાજ નજર રાખશે. ત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ભલે ડીજે પાર્ટી નથી યોજાતી, પણ ત્યાં લોકો રોડ પર નીકળીને ઉજવણી કરતા હોય છે. જેને લઈને પૂર્વની પોલીસે પણ પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ ૩૧મી ડિસેમ્બરની ઉજવણી દારૂની રેમલછેલ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જય જવાન, જય વિજ્ઞાનનાં સમન્વયથી બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે: મુખ્ય પ્રધાન રૂપાણી

વર્ષ ૨૦૩૦માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્થાન અપાવવાનો ...

news

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન પર સમર્થકો સાથે જિજ્ઞેશ મેવાણીનો હલ્લાબોલ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો આંદોલન

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની રજૂઆત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ...

news

LIVE સંસદ : કુલભૂષણ જાધવની મા-પત્નીને એક વિધવાની જેમ રજુ કરવામાં આવી - સ્વરાજ

પરિવારને કપડા બદલવા માટે મજબૂર કરવામાં આવી. તેમની પત્ની મા પાસેથી બિંદી બંગડી અને ...

news

Golden Tweet Of 2017 - વિરાટ અનુષ્કાના લગ્નનુ એલાન કરનારુ ટ્વીટ બન્યુ ગોલ્ડન ટ્વીટ ઓફ ધ ઈયર..

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્ન આ વર્ષે સૌથી ચર્ચિત ...

Widgets Magazine