ઈ મેમોથી આવક ઘટતાં અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસ પણ મેમો ફાડશે

સોમવાર, 1 જાન્યુઆરી 2018 (17:01 IST)

Widgets Magazine
e memo


અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને ઈ-મેમો દ્વારા જ દંડ ફટકારવાનો નિયમ બનાવવામાં આવ્યો હોવાના કારણે ટ્રાફિક પોલીસે સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી બંધ કરી દીધી હતી, અને તેના બદલે પોલીસ માત્ર લોકોના ફોટા પાડી તેમને ઈ-મેમો મોકલતી હતી. જોકે, 1 જાન્યુઆરીથી ટ્રાફિક પોલીસને પણ સ્થળ પર દંડ વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઠેરઠેર કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, અને તેના આધારે ટ્રાફિકનો નિયમ તોડતા લોકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. આ ઉપરાંત, પોલીસ પણ આવા લોકોના ફોટા પોતાના મોબાઈલમાં લઈ ઈ-મેમો મોકલવાની કામગીરી કરે છે. જોકે, અત્યાર સુધી લાખો ઈ-મેમોનો દંડ ભરવા હજુ સુધી કોઈ આવ્યું જ નથી. જેથી પોલીસની દંડની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈ-મેમો ન ભરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે, પરંતુ તેને ન ભરનારા લોકોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. વળી, ઘણા કિસ્સામાં તો વાહન કોઈ અલગ સરનામે નોંધાયેલું હોય છે, અને તેનો માલિક કોઈ બીજી જ જગ્યાએ રહેતો હોય છે, તેવામાં વાહન માલિક સુધી પહોંચતા પોલીસ પણ હાંફી જાય છે. તેવામાં હવે ફરી ટ્રાફિક પોલીસે જુની પદ્ધતિથી દંડ લેવાનું શરુ કર્યું છે. હાલ અમદાવાદમાં અનેક જગ્યાએ નવા કેમેરા પણ ઈન્સ્ટોલ કરાઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ નિયમનો ભંગ કરનારા લોકોને ઈ-મેમો તો મોકલશે જ, સાથે જ હવે સ્થળ પર પણ દંડ વસૂલશે, જેથી લોકોમાં પોલીસનો ડર પણ જળવાઈ રહે. અત્યાર સુધી અનેક કિસ્સામાં પોલીસ પાસેથી દંડ વસૂલવાની સત્તા જ લઈ લેવાતા પોલીસ પોતે જ લાચાર સ્થિતિમાં મૂકાઈ જતી હતી. સ્થળ પર દંડ ન વસૂલવાનો આદેશ આપવા પાછળ એક તર્ક એ પણ હતો કે, પોલીસ મેમા ફાડવાની કામગીરીમાં વ્યસ્ત રહેવાને બદલે ટ્રાફિકના મેનેજમેન્ટ પર ધ્યાન આપે અને ટ્રાફિક સ્મૂધલી ચાલતો રહે. જોકે, મેમો ફાડવાની સત્તા જતી રહેતા પોલીસે પણ જાણે ટ્રાફિક મેનેજ કરવા પર ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું, અને લોકો પણ પોલીસને ગાંઠતા નહોતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નવા વર્ષની ઉજવણી બાદ અમદાવાદમાં 116 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમદાવાદમાં ન્યુ યર સેલિબ્રેશનમાં નશો કરીને છાકટા બનેલા યુવકોને પોલીસે પકડીને લોકઅપની હવા ...

news

વિપક્ષના નેતાની પસંદગી માટે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક બુધવારે મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ બેઠકો મેળવ્યા બાદ કૉંગ્રેસ દ્વારા વિધાનસભા વિપક્ષના નેતાના ...

news

ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવારમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ નિયમોનું પાલન કરવું પડશે

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના પર્વમાં અનેક પક્ષીઓની પતંગની દોરીથી પાંખો કપાતી હોય છે. ...

news

ભાજપનું ફોકસ હવે ગામડાઓ પર રહેશે. નવી રણનિતી તૈયારી

વિધાનસભાની ચૂંટણીઓમાં ગામડાઓમાં મળેલા ઝટકા બાદ ભાજપ હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ...

Widgets Magazine