CM રૂપાણીને મારી એક કીક.....અને સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (10:22 IST)

Widgets Magazine
vijay rupani


મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ૭રમી રિલાયન્સ નેશનલ સિનીયર ચેમ્પીયનશીપની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ અમદાવાદ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે.
gujarat news

રૂપાણીએ ફૂટબોલના ખેલાડીઓને પ્રેરણા આપતા સ્વામી વિવેકાનંદના કથનનું સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ કહેતા કે, ગીતાના પાઠનો બોધ લેવા ફૂટબોલના મેદાનમાં જવું જોઇએે.રૂપાણીએ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓને આ કથન આત્મસાત કરવા આહવાન કર્યુ હતું. રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના વૈશ્વિક વિકાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ  ગુજરાત અવ્વલ રહે તે માટે વડાપ્રધાન મોદીએ ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તે માટે ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેડિયમો પણ નિર્માણ કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, સંતોષ ટ્રોફીની શરૂઆત ૧૯૪૧માં બંગાળથી થઇ હતી. જે રમત આજે વિશ્વ વિખ્યાત બની ગઇ છે. તેમણે આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને ગુજરાતની જનતા વતી શુભેચ્છા પાઠવીને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી હતી.રૂપાણીએ ફૂટબોલને કીક મારીને આ ટુર્નામેન્ટનો પ્રાંરંભ કરાવ્યો હતો. ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૭ ટીમોએ ભાગ લઇ રહ્યા છે. જેમાં ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિવ-દમણ તથા ગુજરાત સહિતની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે. આ ટુર્નામેન્ટ આગામી ૧૩મી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનારી ટીમ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફેસબુકની સફળતા પાછળ છે ભારતના આ સંતનો હાથ, રેલવે પ્રધાન ગોયલનો દાવો

અમદાવાદ શહેરના તેલાવ-સાણંદ રોડ ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવેલ ‘આત્મિય ...

news

વડોદરામાં મેરેથોનમાં દોડી રહેલા વૃદ્ધને હાર્ટઅટેક આવતા મોત

વડોદરા ખાતે ઈન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા રાજકોટના 66 વર્ષિય વૃદ્ધને અકોટ ...

news

EVM હટાવવા માટે દાંડીથી ગાંધીનગર સુધી યોજાશે લોકતંત્ર બચાવો યાત્રા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં EVM પર ગંભીર આક્ષેપો થયાં બાદ ગુજરાતનાં જાગૃત યુવાનો દ્વારા ...

news

સુરતમાં શાળાના સામે શિક્ષિકાનો છેડતીનો આરોપ

સુરતના કાપોદ્વા વિસ્તારમાં સ્થિત નચિકેતા સ્કૂલના પ્રિન્સિપલ સામે એક શિક્ષિકાએ છેડતીનો ...

Widgets Magazine