સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ બે તબક્કામાં યોજાય તેવી શક્યતા

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (13:08 IST)

Widgets Magazine
general election


રાજ્યમાં વિધાનસભાની ચુંટણી પછી સંસ્થાઓની ચુંટણી પણ બે તબક્કામાં યોજવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં 75 નગર પાલિકા, બે જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 1400 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે જેની સંપૂર્ણ તૈયારી ચુંટણી પંચે કરી દીધી છે. પહેલાં તબક્કામાં ચુંટણી ગ્રામ્ય વિસ્તારમાં અને બીજા તબક્કામાં શહેરી વિસ્તારમાં યોજવામાં આવશે. આવતાં મહીને યોજાનાર જીલ્લા પંચાયતોની ચુંટણીમાં ખેડા અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. રાજ્યમાં વિધાનસભાની ચુંટણી હમણાં જ પૂરી થઇ છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આવી છે ત્યારે હવે આ એક મહિનામાં પ્રજા ફરી કોની પર વિશ્વાસ મુકે છે તે જોવું રસપ્રદ રહેશે.

ચુંટણીને અનુલક્ષીને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે તેના અનુસંધાનમાં બંને પક્ષોએ નિરીક્ષકોની નિમણુક કરી દીધી છે.હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 75 પૈકી 13 નગરપાલિકા કોંગ્રેસ હસ્તક છે બંને જિલ્લા પંચાયત હાલ ભાજપ હસ્તક છે 17 પૈકી 5 તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક તેમજ ૧૨ ભાજપ હસ્તક છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

માત્ર 56 મિનિટમાં ફરી લો આખો દેશ

માત્ર 56 મિનિટમાં ફરી લો આખો દેશ

news

કોંગ્રેસમાં થશે ધરખમ ફેરફારો, પ્રદેશ અધ્યક્ષ તરીકે અલ્પેશ ઠાકોર અથવા જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં

નજીકના ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારો જોવા મળવાના છે. પ્રદેશ કોંગ્રેસ ...

news

ગુજરાતના Gay પ્રિન્સે LGBT લોકો માટે ખોલ્યા પોતાના મહેલના દરવાજા

ગુજરાતના રાજપીપળાના ‘ગે’ રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલે એક અનોખી પહેલ કરી છે. તેણે ...

news

ગુજરાતમાં શાળા બંધને મિશ્ર પ્રતિસાદ, વાલિઓનું ઓછુ સમર્થન

રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલ બેફામ ફી વધારાના વિરોધમાં વાલી મંડળો દ્વારા આજે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine