છેલ્લી ઘડીએ ટિકિટ રદ થતાં સુરત એરપોર્ટ પર મુસાફરોએ કર્યા ધરણાં

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (15:23 IST)

Widgets Magazine
ticket cancel


સુરત એરપોર્ટ પર મુસાફરોએ અનશન કરી ધરણાં કર્યા હતા. સુરત એરપોર્ટ પરથી પટણાં જવા માટે બુક કરાવેલી ટિકિટ છેલ્લી ઘડીએ કેન્સલ થતાં મુસાફરે વિરોધ દર્શાવ્યો હતો. તેમની સાથે અન્ય મળીને કુલ 10 વ્યક્તિઓએ સુરુત એરપોર્ટ વિસ્તારમાં ધરણાં કર્યા હતા. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતુંવાત એમ હતી કે યાત્રી રાકેશ કુમારે ત્રણ મહિના અગાઉ સુરતથી પટણાં જવા માટે સ્પાઈસ જેટમાં સુરતથી દિલ્હી જવાની ટિકિટ બુક કરાવી હતી.

સુરતથી પટણાં જતી ફ્લાઈટ કેન્સલ થતાં આ યાત્રીની સુરતથી દિલ્હીની ટિકિટ પણ કેન્સલ કરી દેવાયી હતી. છેક છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ કરાતાં રાકેશ કુમાર રઝળી પડ્યા હતા. આવી રીતે છેલ્લે સમયે ટિકિટ કેન્સલ થવા અંગે તેમણે વિરોધ કરવા સુરત એરપોર્ટ પર ધરણાં કર્યા હતા. તેમની સાથે અન્ય 9 લોકો પણ દેખાવોમાં જોડાયા હતા. જેને પગલે સુરુત એરેપોર્ટ પર દસથી વધું લોકો ધરણાં પર બેઠાં હતા. યાત્રિકે સ્પાઈસ જેટ સત્તાવાળાઓએ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હોવાનું અને તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હોવાની જાણ ન કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આ ફક્ત ફોટા નહી હકીકત છે....જોવા હોય તો તમારે પધારવુ પડશે ગુજરાતમાં...

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના રણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા હોવાનું પુરવાર થવા ...

news

વડોદરામાં લેન્ડ જેહાદ,વડાપ્રધાનને 100 ફરિયાદો મોકલાઈ

વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી સમર્પણ સોસાયટીની અનેક મિલકતો વિધર્મીઓને વેચાણ થતા આ ...

news

હાર્દિક પટેલ વિરૂદ્ધ ફરીવાર એક ફરિયાદ થઈ

સિદ્ધપુર અને લણવા ખાતે વિધાનસભાની ચૂંટણી સમયે પાસના કન્વીનર હાર્દિક પટેલે સભાઓ સંબોધી હતી ...

news

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ બે તબક્કામાં યોજાય તેવી શક્યતા

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી પછી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણી પણ બે તબક્કામાં યોજવામાં ...

Widgets Magazine