જાણો કયા કારણોસર તોગડિયાના ડ્રામાથી તંત્ર અને પોલીસ દોડતી થઈ

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (12:06 IST)

Widgets Magazine


રાજસ્થાન પોલીસ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાની એક કેસમાં ધરપકડ કરવા માટે પહોંચી હતી જે ટેક્નિકલી રીતે તેમની ઉપર ચાલી જ નથી રહ્યો. ટેક્નિકલી ડેડ થઈ ગયેલા કેસના કારણે શરુ થયો. રાજસ્થાન સરકારે 3 વર્ષ પહેલા તોગડિયાની સામે આ કેસને પાછો લઈ લીધો હતો અને આ મામલામાં જિલ્લા તંત્રને પત્ર લખ્યો હતો. જોકે, તંત્રની ભૂલના કારણે પત્ર કોર્ટ સુધી ન પહોંચ્યો. જેના કારણે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને સમન આપવામાં આવી રહ્યા હતા. તંત્રએ પણ ભૂલ સ્વીકાર કરી લીધી અને હવે કોર્ટને સૂચના આપવાની વાત કરી છે. 

તોગડિયાના આરોપો બાદ રાજસ્થાનના અધિકારીઓએ આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે પોલીસ એક ‘ડેડ’ કેસમાં તેમની પાછળ પડી હતી. આમ તો તોગડિયા સહિત 16 લોકોની સામે 2002માં સવાઈ માધવપુર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો હતો. આ મામલો ગંગાપુર શહેરી વિસ્તારમાં 144ની કલમ તોડવાથી ઉભો થયો હતો. જોકે, પોલીસે આ મામલે પોતાનો અંતિમ રિપોર્ટમાં તથ્યોની ગડબડીની વાત કરી, પણ ત્યારે તમામ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આરોપીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી. કોર્ટે આ ફરિયાદને ધ્યાનમાં લીધી અને તોગડિયાને ઘણાં સમન મોકલ્યા. જોકે, 2015માં જ્યારે રાજસ્થાનમાં ભાજપ સરકાર આવી તો તોગડિયા સામેનો કેસ પાછો ખેંચવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું કે આ પત્ર કોર્ટ સુધી પહોંચી જ ન શક્યો. તેમના મુજબ કોર્ટ સૂચના આપવાની જવાબદારી પ્રોસિક્યૂશન પક્ષની છે. જોકે, IGPએ સંવાદહીનતાની સ્થિતિને પણ તેના માટે જવાબદાર ઠેરવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તોગડિયાના ડ્રામાથી તંત્ર અને પોલીસ દોડતી થઈ તોગડિયા સાથે જોડાયેલો વિવાદ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આણંદના પાટીદાર યુવકનું આફ્રિકામાં અકસ્માત થતાં મોત નિપજ્યું

આણંદ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમા રહેતા ઘનશ્યામભાઈ પટેલ ...

news

કંડલા બંદરે લાંગરેલા ઓઈલ જહાજમાં આગ લાગતાં એકનું મોત, 25નો બચાવ

દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં લાંગરેલું ...

news

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા તોગડિયા બોલ્યા, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના ઈશારે કામ કરે છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાને બુધવારની સાંજે અમદાવાદની ચંદ્રમણી ...

news

જિનપીંગ, આબે અને નેતન્યાહુ જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા શા માટે આવ્યા ગુજરાત ?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગુજરાતની મુલાકાત લેનારા ત્રીજા વિદેશી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine