દીપડો કૂતરાનો શિકાર કરવા ગયો,.. બંને પડ્યા કૂવામાં

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (20:55 IST)

Widgets Magazine
news


દિપડો પોતાના શિકારની પાછળ પડે એટલે શિકાર નક્કી જ હોય પણ સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટનાએ ભારે ચર્ચાઓ ઉભી કરી છે. આ ઘટનામાં કૂતરાનો શિકાર કરવા ગયેલો દિપડો ખુદ શિકાર થઈ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા નાના વઘાણિયા ગામમાં ગુરુવારે બનેલી આ ઘટનામાં દીપડો કૂતરા પાછળ દોડ્યો તો ખરો, પણ તે શિકાર કરવાને બદલે પોતે જ ભરાઈ પડ્યો હતો.દીપડો પોતાની પાછળ ફરતા ગભરાયેલું કૂતરું પૂંછડી દબાવીને દોડ્યું હતું, અને ગભરાયેલા કૂતરાને વચ્ચે ક્યારે કૂવો આવી ગયો તે ભાન જ ન રહ્યું.કૂતરો અચાનક જ કૂવો વચ્ચે આવી જતાં બેલેન્સ ન જાળવી શક્યો અને તે સીધો જઈને કૂવામાં ખાબક્યો હતો.

બીજી તરફ, પૂરી તાકાતથી દોડતા દીપડાથી પણ પોતાની સ્પીડ કાબૂ ન થઈ અને કૂતરા પાછળ તે પણ સીધો કૂવામાં જઈને ખાબક્યો. આમ શિકાર અને શિકારી એક જ કૂવામાં પડ્યા હતા. આખરે ચાર કલાકની જહેમત બાદ ફોરેસ્ટની ટીમે કૂતરાને અને દીપડાને બહાર કાઢ્યા હતા. ત્યાં સુધી આ બંને કૂવામાં ડરના માર્યા ચૂપચાપ બેસી રહ્યા હતાWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં 13 હજાર કરોડના કૌભાંડના આક્ષેપ મામલે, કોર્પોરેટરે PMને લખ્યો પત્ર

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર પર આક્ષેપોનો મારો ચલાવવાનો વિવાદ ચાલી ...

news

રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને તાબડતોબ બોલાવ્યા, ભરતસિંહ અને ગેહલોત દિલ્હી ઉપડી ગયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તથા પ્રભારી આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક ...

news

દરેક ચાર રસ્તે ટ્રાફિક જામ કેમ ? સરકારને હાઈકોર્ટનો સવાલ

સરકાર પર ક્રોધે ભરાયેલી ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ ...

news

ભાજપ કોંગ્રેસ સામે કોળી સમાજ ખફા, કુંવરજી બાવળિયા-પરષોતમ સોલંકી શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં

મંત્રી પરષોત્તમ સોલંકીને સારૃ ખાતુ ન અપાતાં કોળી સમાજ ભાજપથી ખફા છે તો,કુંવરજી બાવળિયાને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine