ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2018 (16:15 IST)

બ્રહ્મ વિકાસ આયોગની માગણી સાથે તા.૨૬મીએ ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી

બ્રહ્મ વિકાસ આયોગ સમિતિ દ્વારા આગામી એપ્રિલ-૨૦૧૮માં ગુજરાતમાં વસતા અને વ્યવસાય કરતા તમામ વ્યાવસાયિક બ્રાહ્મણોની નોંધણી કરી ડિરેક્ટરી બહાર પાડવામાં આવશે તેમજ અમદાવાદ ખાતે બે દિવસીય ‘મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટ’નું આયોજન કરવામાં આવશે. જેથી બ્રાહ્મણ વ્યાવસાયિકોને એમનાં ધંધા-રોજગાર ક્ષિતિજો પ્રાપ્ત થાય બેરોજગાર બ્રાહ્મણ યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય.  જ્યારે બ્રહ્મ વિકાસ આયોગ સમિતિ દ્વારા આગામી તા.૨૬મી જાન્યુઆરીએ સમસ્ત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો ગાંધીઆશ્રમ, અમદાવાદ ખાતે એકત્રિત થશે અને બપોરે ૨.૦૦ વાગ્યે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માટે પ્રસ્થાન કરશે. રેલીસ્વરૂપે કૂચ કરવામાં આવશે ત્યાં સરકાર સમક્ષ આવેદનપત્ર આપી બ્રહ્મ વિકાસ સમિતિના કન્વીનર યજ્ઞેશ દવે સહિત સંગઠન દ્વારા આવેદનપત્ર આપી બ્રહ્મ વિકાસ આયોગની માગણી કરવામાં આવશે. આ રેલીને રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના, ગુજરાત પાટીદાર સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયનું સમર્થન પ્રાપ્ત છે. 
 
આ અંગે વધુ બ્રહ્મ વિકાસ આયોગ સમિતિના કન્વિનર યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું કે ગુજરાતમાં વસતા ૬૨ લાખ બ્રાહ્મણોના આર્થિક શૈક્ષણિક સામાજિક અને સ્વાસ્થ્ય સંસ્કૃતિ ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગની બ્રહ્મસમાજ દ્વારા માગ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અન્ય જ્ઞાતિઓ જેવી કે ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય ઠાકોર વિકાસ નિગમ અનુસૂચિત જાતિ વિકાસ નિગમ આદિવાસી જાતિ વિકાસ નિગમ ગોપાલક વિકાસ બોર્ડ મુસ્લિમ વકફ બોર્ડ જેવી સંસ્થાઓની રચના કરેલી છે અને પાટીદારો માટે પણ અલગ બોર્ડ કે આયોગની રચનાની વિચારણા છે ત્યારે બ્રહ્મ વિકાસ આયોગની સ્થાપના કરવામાં આવે તેવી માગણી સમાજ દ્વારા કરવામાં આવેલી છે. તેમણે જણાવ્યું કે ઘણા વર્ષની માંગણીને સરકાર દ્વારા કોઈ પરિણામ ન આપવામાં આવતા સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત રાજ્ય દ્વારા બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિની રચના કરી સરકાર સમક્ષ આવેદનપત્ર આપી વિકાસ આયોગની માંગણી કરેલી છે, પરંતુ સરકાર દ્વારામાં સ્વીકારવામાં આવી નથી. થોડા સમય પૂર્વે જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતા આ આંદોલન શાંત રાખવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીઓ પૂર્ણ થતા સરકાર સમક્ષ બ્રહ્મ વિકાસ આયોગ સમિતિ દ્વારા ફરીથી આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ૬૨ લાખ જેટલા બ્રાહ્મણો વસવાટ કરે છે. જે શાંતિપ્રિય તેમજ કંઈક નવું અર્પણ કરનારા સમાજના છે, પરંતુ આ પરિસ્થિતિમાં આ સમાજ આર્થિક, સામાજિક રીતે પછાત થઈ રહ્યો છે ત્યારે સમાજનાં સર્વાંગી વિકાસ માટે બ્રહ્મ સમાજ આયોગની રચના થવી સમયની માગ છે. આંધ્રપ્રદેશમાં બ્રાહ્મણ વેલ્ફેર કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે. જેમાં બ્રાહ્મણના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ હેઠળ રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો ગુજરાત સરકારે પણ ગુજરાતના બ્રહ્મસમાજ માટે બ્રહ્મ વિકાસ આયોગની રચના થાય તે અમારી માગણી પૂર્ણ કરે.