શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2018 (15:38 IST)

નર્મદામાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાશે : લોકલાગણી સામે તંત્ર ઝૂક્યુ

નર્મદા નદીમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાણી છોડવાની રજૂઆત કર્યા બાદ તંત્ર જાગ્યું છે. બપોરે 12 વાગે કરજણ ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા નદીમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાથી નદીમાં પાણી છોડવામાં નથી આવતુ. પણ પાણી છોડવાની ઉગ્ર બનતા માંગને પગલે આજે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર વધશે. 26 જાન્યુઆરી સુધી પાણી છોડવામાં આવશે. જેથી નર્મદા જયંતી પહેલા નર્મદા નદીમાં પર્યાપ્ત પાણીનો જથ્થો ભેગો થઈ જશે. નર્મદા જયંતી પહેલા નર્મદા નદીમાં પાણી છોડાતા લોકોમાં ખુશીની લહેર છવાઈ છે.