ફેસબુક પર પાંગરેલો પ્રેમ ટકતો નથી, ગુજરાત HCના જજની ટિપ્પણી

શનિવાર, 27 જાન્યુઆરી 2018 (14:35 IST)

Widgets Magazine


હાલની તારીખમાં અનેક કપલ સોશિયલ મીડિયાના માધ્યમથી  લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે યુવાઓની જીવનસાથી શોધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ લેવાના વધતી પ્રવૃત્તિ પર ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટના જણાવ્યા અનુસાર, ફેસબુકના માધ્યમથી થનારા લગ્ન અસફળ થવા નક્કી છે. સાથે જ કોર્ટે કેસમાં સુનવણી કરતા એક દંપતનીને પોતાનો વિવાહ સંબંધ સમાપ્ત કરવાની સલાહ આપી છે. ન્યાયમૂર્તિ જે.બી.પરદીવાલાએ આ ટિપ્પણી પોતાના 24 જાન્યુઆરીના આદેશમાં કરી છે. 

આ મામલે રાજકોટની ફેન્સી શાહે પોતાના પતિ જયદીપ શાહ અને સાસુ-સસરા પર દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે, તેમના લગ્ન થયા અને બે મહિનાની અંદર જ તકલીફો થવા લાગી. હું આ તથ્ય પર ભાર આપીશ કે પક્ષોએ આ મામલે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, પણ લગ્ન ન થઈ શક્યા. તેમણે કહ્યુ કે, તે પર નિર્ધારિત આધુનિક લગ્નોમાંથી એક છે, જેનું અસફળ થવું નક્કી છે. રાજકોટમાં રહેતી ફેંસી શાહ નામની યુવતીએ તેના સાસરિયા પક્ષ પર દહેજ માટે હેરાન કરવાના આરોપો લગાવ્યા હતા. રાજકોટની ફેન્સી અને નવસારીમાં રહેતા જયદીપ સિંહની મુલાકાત વર્ષ 2011માં ફેસબુકના માધ્યમથી થઈ હતી. વર્ષ 2015માં બંનેએ પરિવારજનોની પરમિશનથી આ લગ્ન કર્યા હતા. બંને જણા તે સમયે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા તા. પંરતુ લગ્નના બે મહિના બાદ બંને વચ્ચે માથાકુંટ શરૂ થઈ હતી અને યુવતીએ તેવા પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વોયલેંસનો ગુનો નોંધાવ્યો હતો. યુવતીએ તેના પતિની સાથે તેના ભાઈ અને સાસુ- સસરા વિરુદ્ધ પણ ગુનો નોધાવ્યો હતો. જસ્ટીસે બંનેને તલાક લઈ અલગ થઈને જીવન જીવવાની સલાહ આપતા કહ્યું કે બંનેને સેટલમેંટ કરીને લગ્ન તોડી દેવા જોઈએ અને બંને યુવાન છે અને લગ્ન ટૂટી ગયા બાદ પણ તે તેમણા ભવિષ્ય માટે કઈક વિચારી શકે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેસબુક પાંગરેલો પ્રેમ ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Hcના જજની ટિપ્પણી. ગુજરાત સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બ્રહ્મ સમાજની આયોગની માંગણી સાથે શક્તિ પ્રદર્શન

ભાજપ સરકાર સામે હવે ધીમે ધીમે દરેક સમાજ મોરચો ખોલતો જાય છે તેમાં હવે બ્રહ્મ સમાજનું નામ ...

news

પોલીસબેડમાં શરુ થઈ નવી ચર્ચા ગુજરાતના એકેય IPSને રાષ્ટ્રપતિ મેડલ ન મળ્યો

દર વર્ષે પ્રજાસત્તાક દિને પોલીસ અધિકારીઓને વિશિષ્ટ કામગીરી બજાવવા બદલ રાષ્ટ્રપતિ મેડલ ...

news

સોશિયલ મિડિયામાં જાતિવાદ ભડક્યો, પાટીદારોને ઘરમાં ઘૂસીને મારતી પોલીસ અમદાવાદમાં કેમ ચૂપચાપ જોતી રહી

ફિલ્મ પદ્માવતના વિરોધમાં બેકાબૂ તોફાનીઓએ અમદાવાદ શહેરને જાણે બાનમાં લઇ લીધુ હતુ.મોલથી ...

news

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો તીવ્ર ચમકારો

ઉત્તર-પૂર્વન હિમભર્યા પવનોનોએ ફરીથી ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine