મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:11 IST)

સુરતીલાલાઓની દરિયાદિલિ, બે હજાર કરતાં વધુ લોકો કરશે અંગદાન

ઓર્ગન ડોનેશનમાં સુરત દેશ ભરમાં ટોપ શહેરોમાં છે. ત્યારે ફરી એકવાર સુરતી લાલાઓની દરિયાદિલી સામે આવી છે. રવિવારે શહેરીજનોમાં અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાઈ તે માટે યોજાયેલ ડોનેટ લાઇફ વોકાથોનમાં 2500 જેટલા લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. જેમાં કેટલા તો સંપૂર્ણ પરીવારે આ પ્રવૃત્તિમાં ભાગ લઈ અનોખી મિસાલ સર્જી હતી. રવિવારે શહેરમાં આ કાર્યક્રમ આગામી 24 ફેબ્રુઆરીના સુરતમાં યોજાનાર નાઇટ મેરેથોનના ભાગરુપે યોજાયો હતો. જેમાં સુરતના ડૉક્ટર્સ, જાહેર ક્ષેત્રોના મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ અને સામાજીક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

વર્ષ 2017માં ગુજરાતમાં કરવામાં આવેલ કુલ 180 જેટાલ અંગદાનમાંથી 91 કિસ્સા સુરત એકલા શહેરના છે. એક સર્વેના આંકડા મુજબ દેશમાં દર વર્ષે જરુરી અંગ સમય રહેતા ન મળવાના કારણે 5 લાખ જેટલા લોકો મોત પામે છે. ત્યારે અંગદાન મુવમેન્ટમાં સુરત ખૂબ મોટો ફાળો આપી શકે છે. સુરતના ડુમસ રોડ પર યોજાયેલ આ વોકાથોનને શહેરના મેયર અસ્મિતા શિરોયાએ લીલી ઝંડી દેખાડી હતી. તેમણે કહ્યું કે, ‘આપણે ત્યારે જ અંગદાનનો મહિમા સમજાય છે જ્યારે આપણું નજીકનું કોઈ સંબંધી જરુરી અંગ ન મળવાના કારણે મોત પામે છે. માટે આપણે પહેલાથી જ જાગૃત બની અંગદાન માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ.