અમદાવાદમાં પુત્રવધુએ સસરાને જીવતા સળગાવ્યા

fire by daughter in law
Last Modified શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:42 IST)

શહેરમાં પુત્રવધુએ જ સસરાને જીવતા બાળી મૂકવાનો પ્રયત્ન કર્યો. સાઉદી અરેબીયા રહેતા સસરા છેલ્લા આઠ મહિનાથી અમદાવાદ પરત ફર્યા હતા. સસરા પરત ફર્યા બાદ તેમની પુત્રવધુ રિસાઇને પુત્રને લઈને પોતાના પિયર જતી રહી હતી. ગુરુવારે સસરા પુત્રવધુને મનાવા માટે અને પૌત્રને રમાડવા માટે કુબેરનગર ગયા હતાં. આ દરમિયાન સસરાને પુત્રવધુની માતાએ ધક્કો મારી નીચે પાડી દઇ જ્વલનશીલ પ્રવાહી નાખી આગ ચાંપી દીધી હતી.

સસરાએ પુત્રવધુના નામથી બુમો પાડી છતાં કોઇએ બચાવ્યા નહી આખરે અવાજ સાંભળી તેમનો પુત્ર અને આસપાસના લોકો દોડી આવતા તેઓએ તેમને બચાવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સસરા હરીશભાઈ પરમાર 95 ટકા દાઝી જતાં તેમની હાલત ગંભીર હોવાનું સીવીલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું. જે બાદ આજે શુક્રવારે સારવાર દરમિયાન હરીશભાઇનું મોત નિપજ્યું હતું. મોત પહેલાં હરીશભાઈએ પોતાની પુત્રવધૂ, તેની માતા અને બહેન વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નોંધાવેલી,

જોકે, હવે હરીશભાઇના મોત બાદ હત્યાની કલમ ઉમેરાશે.

gujarat policeઆ પણ વાંચો :