ગાંધીનગર GIFT CITYમા આગ લાગતાં સમગ્ર એડમીન વિંગની ઓફિસ બળીને ખાખ થઇ ગઇ

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (16:02 IST)

Widgets Magazine
whatsapp


ગાંધીનગરના ગિફ્ટ સિટીના જૂના બિલ્ડિંગમાં આજે ભીષણ આગ ભડકી હતી જેમાં સમગ્ર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT CITY) માં આજે બપોરે 2:30 વાગ્યા આસપાસ જૂના બિલ્ડિંગ કે જેને એડમિન વિંગ તરીકે ઓળખવામાં આવે છે તેમાં આગ ભભૂકી હતી. ગણતરીને મિનિટોમાં જ આ આગે સમગ્ર ઓફિસને પોતાના પલેટામાં લઇ લીધી હતી.
whatsapp

આગની જાણ થતાં અને અમદાવાદથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આગને ઓલવવામાં આવે ત્યા સુધીમાં ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઇ નથી. પ્રાથમિક અહેવાલ અનુસાર આગ કેન્ટિન તરફના ભાગથી એડમિન વિંગ સુધી પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ શોર્ટ સર્કિટ અથવા તો કેન્ટિન તરફ કોઈ એવી ઘટના બની હોય તેના કારણે આગ લાગી હોઇ શકે . ગીફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે ત્યારે અહીં આગની ઘટનાથી સુરક્ષાને લઇને અનેક સવાલ ઉભા થયા છે. આગને પગલે પોલિસનો કાફલો પણ દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સીટીની મુખ્ય ઇમારત સુરક્ષિત છે. જેમાં મોટી કોર્પોરેટ કંપનીઓની ઓફિસો આવેલી છે.
whatsapp
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાતિવાદનું વરવું સ્વરુપ દલિતની સ્મશાનયાત્રા માટે લેવું પડ્યું પોલીસ પ્રોટેક્શન!

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિંગળી ગામે જાતિવાદનું વરવું સ્વરુપ જોવા મળ્યું છે. જેમાં ...

news

અમદાવાદના દારૂના અડ્ડા ઉપર દરોડા:૪૦થી વધારે બુટલેગરોને ઝડપી લેવાયા

અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગેશ મેવાણીએ તાજેતરમાં દારૂના અડ્ડા બાબતે વિવિધ પોલીસ ...

news

રાજ્યમાં ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ...

news

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine