હાર્દિકે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યાં, સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (17:05 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે અને મોદી સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું છે કે શું આપણે ભાજપની સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે કોઈ કૌભાંડી જેલ ગયો નથી! કોઈની પાસેથી કાળુ નાણું ન મળ્યું! ગંગાની સફાઇ ન થઇ! રામ મંદિર ન બન્યુ! કલમ 370 હટી નહીં! તો શું આપણે લોકોએ આ સરકાર માત્ર મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે બનાવી? દેશના જવાન શહીદ થઇ રહ્યાં છે અને દેશના વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઘણી બધી ફરિયાદ છે પરંતુ દરેક ફરિયાદનો ગુનેગાર સાહેબનો ભક્ત છે.હાર્દિક પટેલે રમતગમત ક્ષેત્રમાં ભેદભાવ થઇ રહ્યો છે તેવો આક્ષેપ કરતા કહ્યું કે આંખે જોયા વિના ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો તો કંઇ ન મળ્યુ અને આંખેવાળી (અંડર 19 ક્રિકેટ) ટીમે વર્લ્ડ કપ જીત્યો તો કરોડો કમાયા. હાર્દિક પટેલે ગઇકાલે પણ સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું હતુ કે બજેટમાં જે યોજના છે તેનો લાભ 2022 સુધી અમલી થઇ જશે પરંતુ નેતાઓના પગાર હાલથી વધી ગયા.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંધીનગર GIFT CITYમા આગ લાગતાં સમગ્ર એડમીન વિંગની ઓફિસ બળીને ખાખ થઇ ગઇ

ગાંધીનગરના ગિફ્ટ સિટીના જૂના બિલ્ડિંગમાં આજે ભીષણ આગ ભડકી હતી જેમાં સમગ્ર ઓફિસ બળીને ખાખ ...

news

જાતિવાદનું વરવું સ્વરુપ દલિતની સ્મશાનયાત્રા માટે લેવું પડ્યું પોલીસ પ્રોટેક્શન!

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિંગળી ગામે જાતિવાદનું વરવું સ્વરુપ જોવા મળ્યું છે. જેમાં ...

news

અમદાવાદના દારૂના અડ્ડા ઉપર દરોડા:૪૦થી વધારે બુટલેગરોને ઝડપી લેવાયા

અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગેશ મેવાણીએ તાજેતરમાં દારૂના અડ્ડા બાબતે વિવિધ પોલીસ ...

news

રાજ્યમાં ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine