શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (14:16 IST)

હાર્દિક પટેલ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી.વણઝારા તોગડીયાને મળ્યાં

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીયાને મળવા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી.વણઝારા પહોંચ્યા હતા, તો હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પણ પ્રવીણ તોગડીયાને મળવા માટે ચંદ્રમણી હોસ્પિટલમાં પહોંચી ગયો છે. તેણે પ્રવીણ તોગડીયાને મળ્યા બાદ મીડિયાને સંબોધન કરતા BJP પર આ ઘટનાનો આરોપ લગાવ્યો હતો અને હિન્દુત્વ ખતરામાં છે, તેવું કહ્યું હતું. આજે હિન્દુ સંકટમાં નથી, હિન્દુસ્તાન સંકટમાં છે.

પ્રવીણ તોગડીયાની સુરક્ષા સરકારની જવાબદારી છે અને અમે પ્રવીણ તોગડીયાની સાથે છીએ. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, પ્રવીણ તોગડીયાજીના ગુમ થયા બાદ પણ રાજ્યના હોમ મિનિસ્ટર કેમ ચૂપ છે? તોગડીયાજીના સુરક્ષાકર્મીઓને હજુ સુધી સસ્પેન્ડ કેમ નથી કરવામાં આવ્યા? VHP અને BJP ચિંતિત કેમ નથી? ડૉ.મનમોહનસિંહજીની સરકારમાં જો પ્રવીણ તોગડીયાજી ગુમ થઈ જાત તો BJP આખા દેશમાં હિંસા ફેલાવી દેત. ઝેડ પ્લસ સિક્યોરિટી હોવા છતા પ્રવીણ તોગડીયાજી ગાયબ થઈ જાય છે. તો વિચારવાની વાત છે કે સામાન્ય વ્યક્તિ સાથે શું થઈ શકે છે.
 
 
 
 
2 Attachments