સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસનું હલ્લાબોલ, કોંગ્રેસના કોર્પોરેટરને હોસ્પિટલ ખસેડાયાં​

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:36 IST)

Widgets Magazine
news of gujarat


સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં વેરા તથા અન્ય ટેક્સના વધારાને લઈ કોંગ્રેસ દ્વારા એક અઠવાડિયા પછી પણ ઉગ્ર દેખાવ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાછડીયા પટકાયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસે વેરા વધારો પાછો ખેંચવા રજુઆત કરી હતી. મંગળવારની સવારે સુરત મહાનગર પાલિકામાં આજે સવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી.
congress hallbol

જેમાં મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા બજેટ પર ચર્ચા વિચારણા કરવા અને આ બજેટમાં સુધારા વધારા કરવા માટે આ બેઠક આજે અને આવતીકાલે એમ બે દિવસ ચાલવાની છે. ત્યારે તે પહેલાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્થાયી સમિતિ ખંડ બહાર કોંગ્રેસ દ્વારા વેરા વધારાનો ઉગ્ર વિરોધ રાખવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં વિરોધ પક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિત મોટી સખ્યામાં કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. મુખ્ય દરવાજો ખોલીને કોંગ્રેસી કાર્યકરો અંદર ઘૂસ્યા હતા. જેમાં કોંગી મહિલા કાર્યકરોને મનપાની મહિલા ગાર્ડે બહાર ખદેડવા માટે પ્રયાસો કર્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિધાનસભામાં નવા મંત્રીઓને વિપક્ષનાં સવાલોનો જવાબ આપતાં આંખે પાણી આવશે

ગુજરાત વિધાનસભાનું સત્ર ૧૯ ફેબ્રુઆરીથી શરુ થઇ રહ્યું છે ત્યારે સતાધારી પક્ષ અને વિપક્ષે ...

news

ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમને મધ્યપ્રદેશની ચૂંટણીની જવાબદારી સોંપાઈ

કોંગ્રેસ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકની ચૂંટણી પહેલાં ગ્રાસરૂટ સ્તરે ...

news

કોંગ્રેસની જેમ હવે ભાજપમાં પણ સગાંવાદ, વિજાપુર નગરપાલિકામાં ભાજપે સગાવ્હાંલાંને ટિકીટની લ્હાણી કર્યાની ચર્ચા

મહેસાણા હંમેશા ભાજપ માટે રાજકારણની પાઠશાળા રહી છે. અહીં ભાજપની ભગિની સંસ્થાઓ અનેક પ્રયોગ ...

news

સુરતનું પેડમેન દંપતિ, શાળાની બાળાઓને સેનેટરી પેડની ગિફ્ટ આપી

સુરતમાં પણ એક એક દંપતી એવું છે જે છેલ્લા પાંચ વર્ષથી સુરતની 50થી વધુ શાળાઓમાં દર મહિને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine