Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસની જેમ હવે ભાજપમાં પણ સગાંવાદ, વિજાપુર નગરપાલિકામાં ભાજપે સગાવ્હાંલાંને ટિકીટની લ્હાણી કર્યાની ચર્ચા

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:14 IST)

Widgets Magazine

મહેસાણા હંમેશા ભાજપ માટે રાજકારણની પાઠશાળા રહી છે. અહીં ભાજપની ભગિની સંસ્થાઓ અનેક પ્રયોગ કરતી રહી છે. હવે ભાજપના કાર્યકરો તેવા પ્રયોગ કરીને પ્રદેશ અને દેશના નેતાઓને પડકાર ફેંકી રહ્યાં છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પાલિકાની ચૂંટણી માટે 28 બેઠકો માટે ભાજપ અને વચ્ચે જંગ જામે તે પહેલાં આ બન્ને પક્ષની અંદર જ જંગ જામી ગયો છે.ભાજપને ભય હતો કે જો તેના ઉમેદવારોના નામની વહેલી જાહેરાત કરવામાં આવશે તો પક્ષમાં ભારે વિરોધ થશે. કારણ કે ગાંધીનગરથી સોગઠા ગોઠવાયા હતા કે આ વખતે કાપો અને મારો કરીને ટિકિટો કાપવાની છે.

તેથી જો વહેલી ટિકિટો આપી દેવામાં આવે તો પક્ષમાં બળવો થાય તેમ છે. તેથી થોડી કલાકો પહેલાં જ મેન્ડેટ આપવામાં આવ્યા હતા. તેની સામે ભાજપના કાર્યકરો પણ રાજકારણ ખેલી રહ્યાં હતા. તેઓ જાણી ગયા હતાં કે પ્રદેશ અને દેશના નેતાઓ કેવી ગંદી રાજરમત રમી રહ્યાં છે. ઉમેદવારોના નામો નક્કી થતાં ન હોવાથી તેમને રાજગંધ આવી ગઈ હતી કે, તેમને ટિકિટ મળવાની નથી. તેથી તેમણે પણ સામે એવી જ રાજનીતિ અપનાવીને પોતાના સગાં સંબંધીઓને અપક્ષ તરીકે ઊભા રાખી દીધા છે.આવું ભાજપમાં જ થાય એવું થોડું છે. કોંગ્રેસમાં પણ થયું છે. તે વિપક્ષમાં હોવાથી તેની બહુ નોંધ લેવાતી નથી. વિજાપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અસફાકઅલી સૈયદને કોંગ્રેસે ટિકિટ આપી નથી તેથી તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ ભાજપમાં પણ પૂર્વ પ્રમુખ બકાભાઈ પંડ્યાની ટિકીટ કાપી નાંખવામાં આવી છે. આ વખતે યુવાઓને ટિકીટ આપીને ભાજપે પરીવાર વિવાદ ઉભો કર્યો છે.સોયફ કુરેશીએ પણ અપક્ષ ઉણેદાવારી કરી છે. આમ કોંગ્રેસ સામે પણ માથું ઉંચકીને મહેસાણાને રાજકીય પ્રયોગશાળા બનાવીને બન્ને પક્ષો પોતાના પક્ષના નેતાઓને પણ રાજનીતિના પાઠ ભણાવી દીધા છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતનું પેડમેન દંપતિ, શાળાની બાળાઓને સેનેટરી પેડની ગિફ્ટ આપી

સુરતમાં પણ એક એક દંપતી એવું છે જે છેલ્લા પાંચ વર્ષથી સુરતની 50થી વધુ શાળાઓમાં દર મહિને ...

news

ત્રણ દિવસીય તાલીમ શિબીરમાં કોંગ્રેસી ધારાસભ્યોને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાના પાઠ શિખવાડાશે

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યુ છે તે જોતાં પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવી રૃપાણી ...

news

મોદીએ સ્માર્ટ સિટીના સપના બતાવ્યા, અનેક પ્રોજેક્ટ પડતા મુકાયા:કેટલાક શરૃ નથી થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ દેશનાં કરોડો નાગરીકોને જાતજાતનાં ...

news

ગુજરાતમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં માવઠુ થવાની ભિતી, પાકોને નુકશાન થશે

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડી, દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાઇ જ રહી છે ત્યાં હવે આજે વાદળછાયું ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine