ત્રણ દિવસીય તાલીમ શિબીરમાં કોંગ્રેસી ધારાસભ્યોને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાના પાઠ શિખવાડાશે

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (15:07 IST)

Widgets Magazine

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યુ છે તે જોતાં પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવી રૃપાણી સરકારને ઘેરવા કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે કપડવંજના પુનાદરા ખાતે આવેલાં નંદનવાટિકા રિસોર્ટમાં ત્રણ દિવસીય તાલીમ શિબીરનું આયોજન કર્યુ છે જેમાં ધારાસભ્યોને વિધાનસભામાં કેવા પ્રશ્નો ઉઠાવવા,કેવી રીતે અસરકારક મૌખિક રજૂઆત કરવી તેના પાઠ શિખવાડવામાં આવશે.

દિલ્હીથી ચાર નિષ્ણાતો આવી કોંગ્રેસી ધારાસભ્યોને ગુજરાતના સંસદીય ઇતિહાસથી વાકેફ કરશે. વિધાનસભામાં કઇ કઇ સમિતીની શું કામગીરી છે,ધારાસભ્યોના અધિકાર,ફરજ અને સવલતો વિશે જાણકારી આપવામાં આવશે. વિધાનસભામાં રજૂ કરાતા વિધેયકો,પ્રસ્તાવ અને વૈદ્યાનિક બાબતોથી પણ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવશે. આ તાલીમ શિબિરમાં રાજ્ય-કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળ નિતીઓને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી તેની પણ ચર્ચા કરાશે.સોશિયલ મિડિયાનો જનમાનસ પર કેવો પ્રભાવ છે,તેના ઉપયોગ વિશે પણ મસલતો કરાશે. વિધાનસભામાં વિવિધ વિષય આધારિત મુદ્દાસર રીતે બોલવાની કળા પણ નિષ્ણાતો ધારાસભ્યોને શિખવશે. આ વખતે કોંગ્રસ વિધાનસભામાં હોબાળો નહી મચાવે બલ્કે સ્ટ્રટેજી સાથે ભાજપ સરકારને ઘેરશે. જેમ કે,નલિયાકાંડ,ગોંડલમાં મગફળીનું કૌભાંડ સહિત અન્ય સળગતાં મુદ્દાઓના મામલે સરકાર પાસે જવાબ માંગશે અને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે. કોંગ્રેસમાં આ વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી,અશ્વિન કોટવાલ,અલ્પેશ ઠાકોર,ગેનીબેન ઠાકોર,જીજ્ઞોશ મેવાણી સહિતના યુવા નેતાઓ છે ત્યારે ભાજપને ઘેરવા આ યુવા નેતાઓ વિધાનસભામાં પ્રજાના સળગતા મુદદા ઉઠાવવામાં જરાયે કસર છોડશે નહીં. બીજી તરફ,ભાજપમાં ય સંખ્યાબળ ઘટયુ છે સાથે સાથે અસંતોષની જવાળા ભડકી રહી છે જેથી ભાજપને કોગ્રેસનો વિરોધ ખાળવા મુશ્કેલ બની રહેશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદીએ સ્માર્ટ સિટીના સપના બતાવ્યા, અનેક પ્રોજેક્ટ પડતા મુકાયા:કેટલાક શરૃ નથી થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ દેશનાં કરોડો નાગરીકોને જાતજાતનાં ...

news

ગુજરાતમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં માવઠુ થવાની ભિતી, પાકોને નુકશાન થશે

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડી, દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાઇ જ રહી છે ત્યાં હવે આજે વાદળછાયું ...

news

મગફળીના ગોડાઉનમાં વેલ્ડિંગ કરતાં આગ લાગી હતી, છ લોકોની ધરપકડ કરાઈ

ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો આજે આઠમો દિવસ છે. આગમાં સરકારે ટેકાના ભાવે ખરીદ ...

news

હોસ્પિટલ પર હુમલો કરી લશ્કર કમાંડરને છોડાવીને લઈ ગયા આતંકવાદી.. એક પોલીસનું મોત

જમ્મુ કાશ્મીરની રાજધાનીમાં આવેલ મહારાજા હીરા સિંહ હોસ્પિટલ પર મંગળવારે બપોરે હથિયારબંધ ...

Widgets Magazine