મોદીએ સ્માર્ટ સિટીના સપના બતાવ્યા, અનેક પ્રોજેક્ટ પડતા મુકાયા:કેટલાક શરૃ નથી થયા

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (14:26 IST)

Widgets Magazine
modi smart city

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ દેશનાં કરોડો નાગરીકોને જાતજાતનાં સપનાં બતાવ્યા હતા. જેમાંનું એક મોટું સપનું સ્માર્ટ સિટીનું છે. સ્માર્ટ સિટીના નામે કરોડો નહીં, અબજો રૃપિયા ખર્ચાઈ ગયા છે. પરંતુ હજુ નાગરીકો પાયાની પ્રાતમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે. સરકારે પણ કેટલીક જગ્યાએ ભભ્ફ કેમેરા ગોઠવ્યા અને અમુક વિસ્તારોમાં કહેવાતા 'વાઇફાઈ' ચાલુ કર્યું તેને જ 'સ્માર્ટ સિટી' ગણાવાઈ છે 

હકિકત એ છે કે સ્માર્ટ સિટીમાં સમાવાયેલા પૈકીમાંથી મોટાભાગના પ્રોજેક્ટો લટકતા છે. એક પણ પૂરો થયો નથી. કેટલાયને પડતા મુકાયા છે તો અમુક પ્રોજેક્ટના હજુ શ્રીગણેશ પણ નથી થયા. દેશના સ્માર્ટ સિટી જેને બનાવવાના હતા તેમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો પણ સમાવેશ થાય છે. સ્માર્ટ સિટી માટે ૬૦૦ કરોડ રૃપિયાની ફાળવણી થઇ ગઇ છે. જેમાંથી એક અંદાજ પ્રમાણે ૭૦ ટકાથી વધુ નાણા ખર્ચાઈ ગયા છે. પરંતુ સરકારનાં સત્તાવાર સૂત્રો દ્વારા સાચી વિગતો જાહેર કરાઈ નથી. કયા શહેરનાં કેવા પ્રકારનાં પ્રોજેક્ટ માટે કેટલી રકમ ખર્ચાઈ, કેટલું કામ પૂર્ણ થયું, તેનાથી લોકોને શું, કેવી અને કેટલી સુવિધા મળી અંગે જેવી એક પણ બાબતો નથી. જ્યારે સૂત્રો જણાવે છે કે સ્માર્ટ સિટીનાં નામે મોટાભાગના કરોડો રૃપિયાના ટેન્ડરો સેટીંગ કરીને આપી દેવાયા છે. કેટલાક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સામેલગીરીથી મળતીયાઓને જ કોન્ટ્રાક્ટ આપી નામા પણ ચૂકવાઈ ગયા છે. સ્માર્ટ સિટીની અંદર જે મહત્ત્વની બાબતોને આવરી લેવાઈ હતી તેવા કેટલાક પ્રોજેક્ટોમાં ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સીસ્ટમ, કોમન કાર્ડ પેમેન્ટ સીસ્ટમ, ભભ્ફ કેમેરાની સુવિધા હોય તેવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટીગ્રેટેડ વાઈ-ફાઈ સીસ્ટમ, ૨૪ કલાક પાણીનો પૂરવઠો પૂરો પાડવો, ગંદા પાણીના રીસાયક્લીંગનાં પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. સ્માર્ટ સિટી પાછળ હજુ આગળના ભવિષ્યમાં કુલ કેટલા નાણા ખર્ચાસે, પ્રોજેક્ટો કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો કોઈ જ જવાબ એકપણ ઉચ્ચ અધિકારી કે મંત્રી આપી શક્તા નથી. આશ્ચર્યની વાત એ છે કે વાતો થાય છે સ્માર્ટ સિટીની પરંતુ શહેરોમાં હજુ અનેક ઠેકાણે ખાડા ખોદાયેલા છે. મેટ્રો રેલ પ્રોજેક્ટને નામે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. શહેરમાં ગંદકી અને કચરાનાં ઢગલા છે. મચ્છરનો ઉપદ્રવ અને ઘેર ઘેર માંદગીનાં ખાટલા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં માવઠુ થવાની ભિતી, પાકોને નુકશાન થશે

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડી, દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાઇ જ રહી છે ત્યાં હવે આજે વાદળછાયું ...

news

મગફળીના ગોડાઉનમાં વેલ્ડિંગ કરતાં આગ લાગી હતી, છ લોકોની ધરપકડ કરાઈ

ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો આજે આઠમો દિવસ છે. આગમાં સરકારે ટેકાના ભાવે ખરીદ ...

news

હોસ્પિટલ પર હુમલો કરી લશ્કર કમાંડરને છોડાવીને લઈ ગયા આતંકવાદી.. એક પોલીસનું મોત

જમ્મુ કાશ્મીરની રાજધાનીમાં આવેલ મહારાજા હીરા સિંહ હોસ્પિટલ પર મંગળવારે બપોરે હથિયારબંધ ...

news

હાર્દિકે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યાં, સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ અને મોદી સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine