રાજ્યસભામાં મોકલીને પ્રદેશ પ્રમુખ ભરતસિંહનું પત્તુ કપાશે એવી ચર્ચાઓ

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:36 IST)

Widgets Magazine
bharat solanki


રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાંથી બે બેઠકો માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને એઆઇસીસીના મહામંત્રી દીપક બાબરીયાના નામો ચર્ચામાં છે. ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસની બેઠકો વધતા રાજયસભા માટે પણ કોંગ્રેસની એક બેઠક વધી છે. જયારે બે બેઠક જીતવાની શકયતા ઉજળી બની છે. ગત વિધાનસભામાં કોંગ્રેસની પ૭ બેઠકો હતી જયારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને ૭૭ થતાં બે બેઠક જીતવાની  શકયતા વધી છે એ જોતા કોંગ્રેસ બે ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાંથી કુલ ચાર બેઠકો  માટે ચુંટણી યોજાવાની  છે.  તે  પૈકી બે બેઠકો માટે કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ  ભરતસિંહ સોલંકી  અને દીપક બાબરીયા નામો જોરશોરથી ચર્ચાઇ રહ્યા  છે. પ્રદેશ પ્રમુખ  ભરતસિંહ  સોલંકી સામે ચૂંટણી અગાઉ અને ચૂંટણી બાદ પણ ધારાસભ્યો  આગેવાનો અને  કાર્યકરોમાં  રોષ જોવા મળી રહ્યાં છે. આથી જો ભરતસિંહ  પાસેથી પ્રમુખ પદ પરત ખેંચી લેવાનું તો તેમનું  અપમાન ગણાય. આથી તેમને રાજયસભામાંથી ઉમેદવારી  કરાવી માનપુર્વક વિદાય આપી સર્વમાન્ય  નેતાને પ્રમુખપદે બેસાડી કોંગ્રેસને વધુ મજબુત કરવાના પ્રયાસો કરી શકયતા હોવાનું એક અખબારી અહેવાલમાં  જણાવાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો બોર્ડની પરિક્ષામાં બોર્ડે કયા નિયમો વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યાં

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ...

news

બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી અમદાવાદીઓને હવે પાણી પીવા માટે RO વિના ચાલશે નહીં

ગુજરાતમાં હાલ પાણીની ગંભીર કટોકટી ઉભી થવાને કારણે અમદાવાદીઓને પણ પાણી કાપનો સામનો કરવો ...

news

અમેરિકાના ડોક્ટરોએ ત્રણ વખત મૃત જાહેર કરેલી યુવતીને સ્ટેમસેલથી જીવનદાન મળ્યું

અમેરિકા છોડીને મુંબઇમાં વસેલી 23 વર્ષની ગુજરાતી યુવતી દેશમાં દિવ્યાંગો અને વૃદ્ધોના ...

news

રાજ્યના પોલીસ વિભાગના આંકડાથી ઘટસ્ફોટ ગુજરાત હવે મહિલાઓ માટે અસલામત

ગુજરાતમાં ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં રાજયની પ્રશંસા કરતા શાસકો એ કહેવાનું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine