રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપ હાઇકમાન્ડને મૂંઝવણ, બે મંત્રીઓમાંથી કોનું પત્તુ કાપવું

સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (12:00 IST)

Widgets Magazine


ભાજપના રાજ્યસભાના ચાર સાંસદોની આગામી મહિને ટર્મ પૂર્ણ થઇ રહી છે.અત્યારથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના ચોખટાં ગોઠવાઇ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ થતાં કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો થયો છે જેથી ભાજપને બે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે જેના પગલે હવે ગુજરાતના બે પાટીદાર મંત્રીઓમાંથી કોને સાચવવા અને કોને પડતાં મૂકવા તે માટે મૂંઝવણભર્યો પ્રશ્ન બન્યો છે. સૂત્રોના મતે,રાજ્યસભાના સભ્ય શંકર વેગડની વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
નાણાંમંત્રી અરૃણ જેટલીને અન્ય રાજ્યમાંથી તક મળી શકે છે. આ ઉપરાંત પુરૃષોત્તમ રૃપાલા સિનિયર હોવાથી ભાજપ પડતાં મૂકી શકે તેમ નથી.મોહન કુંડારિયાનુ રાજીનામુ લઇને મનસુખ માંડવિયાને મંત્રી બનાવાયા છે. માંડવિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે એટલે તેમને ય ભાજપ પડતા મૂકવા માંગતી નથી. ભાજપ તો પાટીદાર મતબેન્કને સાચવવા બંન્ને પાટીદાર મંત્રીઓને યથાવત રાખવા માગ છે પણ અન્ય દાવેદારો રાજ્યસભાની ટિકિટ મેળવવા વાટ જોઇને બેઠાં છે. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપ હાઇકમાન્ડે ઘણાંને કોણીએ ગોળ ચોંટાડીને મતો મેળવી લીધાં છે.હવે રાજ્યસભાની ચૂંટણીમાં જો હાઇકમાન્ડ પાટીદાર મંત્રીઓને સાચવી લેશે તો,અન્ય સમાજ,દાવેદારો રિસાઇ જશે જે લોકસભાની ચૂંટણી વખતે ભાજપને નડી શકે છે. આમ, ભાજપ હાઇકમાન્ડ મૂંઝવણમાં છે કે,પાટીદાર મંત્રીઓ પૈકી કોને સાચવવા,ને,કોને પડતાં મૂકવા,અથવા અન્ય કોને તક આપવી.દરમિયાન, મનસુખ માંડવિયાને ફરી સંગઠનમાં કામ સોંપાય તેવી પણ ચર્ચા છે. અત્યારે સ્થિતી એવી છેકે,કોળીઓ ભાજપથી ભારોભાર નારાજ છે.નિતિન પટેલની જીદ સામે ઝૂકીને નાણાંમંત્રી બનાવાયા છે. હવે ફરી બંન્ને પાટીદાર મંત્રીઓને યથાવત રાખવામાં આવે તો,ભાજપ પાટીદારોને સાચવે છે તેવો સંદેશો અન્ય સમાજમાં જાય જે લોકસભાની ચૂંટણીમાં જોખમી સાબિત થઇ શકે છે.કોળી મતદારોની નારાજગીનો પણ ભાજપ ભોગ બની શકે છે.ભાજપ હાઇકમાન્ડ માટે ગુજરાતની રાજકીય સ્થિતી મૂંઝવણભરી બની રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મેમોરેન્ડમ ઓફ મીસ અન્ડરસ્ટેન્ડિંગ - 2011માં થયેલા 8380 MOU માંથી 3887 MOU રદ થયા

વાઇબ્રન્ટ ગુજરાતની વર્ષ ૨૦૧૧ની સમિટમાં ૨૦ લાખ કરોડના એમઓયુ સાઇન થયા હતા. જેમાંથી લગભગ ૪૬ ...

news

સાબરમતી નદીમાં ૨૦૧૭માં ૨૧૭ લોકોએ જીવન ટૂંકાવ્યું

સાબરમતી નદીમાં ગત વર્ષ ૨૦૧૭માં ૨૯૦ લોકોએ ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી ૧૭૮ ...

news

આતંકવાદી હુમલામાં ઘાયલ ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો

સુંજવા સૈન્ય કૈંપના રહેવાસી વિસ્તારમાં હથિયાર સહિત આંતકવાદીઓના હુમલામાં ઘાયલ થયેલ એક ...

news

રૂસી યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 71 લોકોના મોત

રૂસના એક વિમાની રાજધાનીના દોમોદેદોવો હવાઈમથકથી આજે ઉડાન ભર્યા પછી મોસ્કોના બહારી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine