સુરતમાં ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ મોલ પાસેથી વેપારીનું થયું અપહરણ

surat kidnep
Last Modified સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (17:32 IST)

સુરતમાં પર આવેલા બહારથી વેપારીનું અપહરણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ચા કોફીના વેપારીનું કારમાં આવેલા ત્રણ જેટલા ઈસમોએ વેપારીનું અપહરણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને ક્યા કારણોસર અપહરણ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડમાં ચા કોફીના પાવડરનો ધંધો કરતાં જીગ્નેશ જયસુખ પટેલ
પોતાના કામના સ્થળે હતાં. આ દરમિયાન વાહનમાં આવેલા અજાણ્યા 3 જેટલા ઈસમોએ જીગ્નેશનું અપહરણ કર્યું હતું. આ અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં મિશન સ્કૂલ પાસેથી તેનું અપહરણ કરવાની કોશિષ કરવામાં આવી હતી. પરંતુ તેમાં બાઈક અને કારમાં આવેલા ઈસમો સફળ થયાં નહોતાં. જે અંગે જીગ્નેશે અગાઉ પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ જીગ્નેશે સ્ટાર બજારમાં પણ તેની રેકી થતી હોય તેમ અપહરણનો પ્રયાસ કરનારને ઓળખી બતાવ્યાં હતાં. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો :