મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (15:29 IST)

હવે માત્ર એક જ કલાકમાં પહોંચો સાંઈબાબાના દર્શન કરવા, સુરતથી શિરડી સીધી ફ્લાઈટની શરૂઆત

ગુજરાતના  મુસાફરો  સાંઇબાબાનાં દર્શનાર્થે  શિરડી જતા હોય છે. ખાસ કરીને સુરતથી શિરડી પહોંચવામાં લગભગ 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ હવે આ મુસાફરો માટે એક આનંદનાં સમાચાર આવ્યા છે. જેના થકી સુરતથી શિરડીનાં પ્રવાસ દરમિયાન તેમનો સમય વધુ વેડફાસે નહી અને માત્ર એક જ કલાકમાં મુસાફરો સુરતથી શિરડી પહોંચી શક્શે. સુરત શહેરમાંથી હજારોની સંખ્યામાં લોકો શિરડી જાય છે તેમને એક નવી સુવિધા મળવા જઇ રહી છે.

સુરતવાસીઓ મોટા ભાગે શિરડી જવા માટે ખાનગી વાહનો કે લક્ઝરી બસોનો ઉપયોગ કરે છે. જેમાં મુસાફરોને શિરડી પહોંચતા લગભગ 6 કલાકથી વધુનો સમય થાય છે પરંતુ હવે સુરતથી શિરડી સીધી ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. જેથી માત્ર 1 કલાકમાં જ મુસાફરો શિરડી પહોંચી શકાશે. વેન્ચુરા એર કનેક્ટ સુરતથી શિરડી ફ્લાઇટ શરૂ કરવા માટેની ટ્રાયલ કરી રહ્યા છે. આવનારી 15 ફેબ્રુઆરીથી આ ફ્લાઇટ શરૂ કરવાના પ્રયાસ રહેશે તેમજ ટિકિટ દર પણ 3500 થી લઇ 5000 રૂપિયા સુધીનો રહેશે તેવી આશા સેવાઇ રહી છે.