પોતાના સમાજના ધારાસભ્યોને મંત્રી બનાવવા કોળી સમાજ મેદાનમાં ઉતરશે

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:12 IST)

Widgets Magazine
kodi samaj


ગુજરાતના રાજકારણમાં જાતિવાદનું સમીકરણ ભારે હાવી થઈ ગયું છે ત્યારે દ્વારા ચૂંટાયેલા પાંચ જેટલા ધારાસભ્યોને કેબિનેટમાં મંત્રીપદ આપવા  અલ્ટીમેટમ સરકારને આપ્યું હતું ત્યારે અલ્ટીમેટમનો દોઢ મહિનાનો સમય માંગ્યો હતો. જે પૂર્ણ થતા કોળી સમાજ દ્વારા ગામે ગામ તા.૧૯-ર-ર૦૧૮ (સોમવાર) ના રોજ સત્યાગ્રહ છવાવણી,સે.૬ ગાંધીનગર ખાતે શકિત પ્રદર્શન કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોળી સમાજના આગેવાનો દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, ૬ર લાખથી વધુ કોળી સમાજના મતદારો છે. તેથી ૪૦ થી વધારે એમ.એલ.એ. હોવા જોઈએ પરંતુ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને મેન્ડેટ આપેલા નથી તેથી હાલ કોળી સમાજના ૯ પ્રતિનિધીઓ છે જેથી એક પણ એમ.એલ.એ.ને કેબિનેટમાં સમાવવામાં આવેલ નથી તેમજ બીજી બાજુ એક જ જ્ઞાતિના પ કેબિનેટ મંત્રી અને કેબિનેટ કક્ષાના દસ રાજયમંત્રી નિમાયેલા છે જે સ્પષ્ટ જાતિવાદ છે આ જાતિવાદ નાબૂદ કરીને જે જ્ઞાતિઓના મતદારોની વસ્તી હોય તેના પ્રમાણે તે જ્ઞાતિના ધારાસભ્યો રાજયના મંત્રીમંડળ અને જાહેર સેવાના બાર્ડ-નિગમો અને સરકારી પદો ઉપર નિમવામાં આવે અને સમરસ સરકારની રચના કરવામાં આવે તેવી દરખાસ્તને કોળી સમાજે ટેકો આપ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોળી સમાજ પોતાના સમાજના ધારાસભ્યો મંત્રી બનાવવા મેદાનમાં ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મહિલા કેદીઓના રોજગાર માટે હવે સાબરમતી જેલમાં બનશે સેનિટરી નેપકિન

તાજેતરમા જ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીજ થઇ છે. સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્રએ આ ...

news

ચૂંટણી બાદ ગુજરાતના અચ્છે દિન પુરાં, પાણી બાદ હવે વીજ કાપ માટે પણ રહેવું પડશે તૈયાર

ગુજરાત સરકારે ઉનાળાની શરુઆત પહેલા જ રાજ્યમાં પાણીની અછત રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. ...

news

વિધાનસભાના પ્રોટેમ સ્પીકર નીમાબેન સહિત ત્રણ જણાને એક વર્ષની સજા, 30 દિવસના જામીન મળ્યા

2009માં યોજાયેલ લોકસભા ચૂંટણી દરમિયાન મોરબીમા સનાળા રોડ મોર્ડન હોલમાં યોજાયેલ એક ચૂંટણી ...

news

સુરતમાં ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ મોલ પાસેથી વેપારીનું થયું અપહરણ

સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ મોલ બહારથી વેપારીનું અપહરણ કરવામાં આવતાં પોલીસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine