વાઈબ્રન્ટ ગુજરાત - બે વર્ષમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ, જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી મળી

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:37 IST)

Widgets Magazine


ગુજરાતની ગણના અત્યારે ભલે વાઈબ્રન્ટ મોડેલ તરીકે થતી હોય પરંતુ હકકીત તો એ છે કે ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી ચૂકી છે. આ ઘટસ્ફોટ ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રસ્તુત કરેલા આંકડા પરથી પ્રતીત થાય છે. સોમવારે વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ છે જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી આપવામાં આવી છે. આમ સરકારે કુલ બેરોજગારોના 10 ટકા નહીં, 5 ટકા પણ નહીં ફક્ત 2.5 ટકા લોકોને જ બે વર્ષમાં રોજગાર આપ્યો છે.

આ અંગે વિપક્ષી કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કે આ ભાજપની સરકાર વિવિધ તાયફાઓ અને મહોત્સવો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરીને ગુજરાતમાં રોજગારનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે. પરંતુ હકીકત તો એ છે કે ગુજરાતમાં બેરોજગારો, અને તેમાં પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ બેરોજગારો નોંધાવાની બાબતે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ છે. સરકાર ઔદ્યોગિકીકરણના નામે મૂઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે પરંતુ સ્થાનિક યુવાનોને રોજગાર આપવા બાબતે બિલકુલ ઉપેક્ષિત વલણ દાખવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નાગાલેંડ-મેધાલયમાં મતદાન ચાલુ - તિજિતમાં બ્લાસ્ટ

પૂર્વોત્તરના બે રાજ્યો મેધાલય અને નાગાલેંડમાં વિધાનસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવી રહ્યા ...

news

ગુજરાત વિધાનસભામાં હલ્લાબોલ, જિજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરાયું, કોંગ્રેસ પણ આક્રમક

ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન આજે પાટણના દલિતના આત્મવિલોપનના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. ...

news

પાણીનો કકળાટ, ગુજરાતના નર્મદા સહિતના ૨૦૪ ડેમમાં ૪૧.૫૨ ટકા પાણી બચ્યું

સરદાર સરોવર નર્મદા યોજના ડેમ સહિતના ગુજરાતના ૨૦૪ સિંચાઈ જળાશયોમાં (ડેમ) બધું મળીને ૪૧.૫૨ ...

news

કચ્છમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના ૪ આંચકા અનુભવાયા

કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભુકંપની ૧૭મી વરસી હજુ હમણાં જ પૂર્ણ થઇ છે ત્યાં આજે ...

Widgets Magazine