આવી કામગીરી કરતા શિક્ષકોને હવે સરકાર સહેજ પણ નહીં ચલાવી લે

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:46 IST)

Widgets Magazine


રાજ્યની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોએ જ્યાં નોકરીની ફરજ બજાવતાં હોય ત્યાં જ રહેવાનો નિયમ છે. પરંતુ મોટા ભાગના શિક્ષકો આસપાસના શહેરમાં વસવાટ કરતાં હોય છે અને ત્યાંથી જ અપડાઉન કરતાં હોય છે. નોકરીના સ્થળથી દૂરના વિસ્તારથી અપડાઉન કરતા હોવા છતાં સરકાર પાસેથી હાઉસ રેન્ટ એલાઉન્સનો લાભ લેતા હોય છે. જેથી આવા દૂરથી અપડાઉન કરતાં શિક્ષકો પર શિક્ષણ વિભાગે તવાઈ લાવતો પરિપત્ર જારી કર્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નોકરીના ફરજ સ્થળથી દૂરના અંતરથી અપડાઉન કરતાં શિક્ષકોના હાઉસ રેન્ટ એલાઉન્સ અટકાવી દેવામાં આવશે.

હાઉસ રેન્ટ એલાઉન્સ ચૂકવવા પાછળનો હેતુ એવો હોય છે કે, તેના નોકરી સ્થળ પર રહે એટલે કે, જે ગામમાં નોકરી કરતો હોય તે ગામમાં વસવાટ કરે અથવા તો તેનાથી સાવ નજીકમાં વસવાટ કરે. પરંતુ અત્યારે મોટાભાગનાા શિક્ષકો નોકરી સ્થળથી ૩૫થી ૪૦ કિ.મી દૂરના શહેરોમાંથી અપડાઉન કરે છે.નોકરી સ્થળથી દૂર રહેતા શિક્ષકો સ્કૂલે મોડા આવતા હોય છે અને ઘરે જવા વહેલા નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. આ ઉપરાંત ફરજ બજાવતો શિક્ષક પ્રાઈવેટ ટયૂશન ચલાવી શકે નહી તેવો નિયમ છે અને તેની શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર સૂચના પણ આપવામાં આવે છે. તેમ છતાં આવા શિક્ષકો નોકરી સ્થળની અન્ય શહેરમાં રહી પ્રાઇવેટ ટયૂશન ક્લાસિસો પણ ચલાવી રહ્યાં છે. જેને લઈ મૂળ સ્કૂલના વિદ્યાર્થીઓ પર અપૂરતું ધ્યાન આપતા હોવાની પણ ફરિયાદો ઊઠી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં ગુનાખોરી , 2 વર્ષમાં ૧૮૮ ખૂન,૫૬૬૯ ચોરી,૩૮૦ લૂંટ, ૭૮૧ અપહરણના કિસ્સા

ગુજરાતમાં અન્ય શહેરો કરતાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ ...

news

વાઈબ્રન્ટ ગુજરાત - બે વર્ષમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ, જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી મળી

ગુજરાતની ગણના અત્યારે ભલે વાઈબ્રન્ટ મોડેલ તરીકે થતી હોય પરંતુ હકકીત તો એ છે કે ગુજરાતમાં ...

news

નાગાલેંડ-મેધાલયમાં મતદાન ચાલુ - તિજિતમાં બ્લાસ્ટ

પૂર્વોત્તરના બે રાજ્યો મેધાલય અને નાગાલેંડમાં વિધાનસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવી રહ્યા ...

news

ગુજરાત વિધાનસભામાં હલ્લાબોલ, જિજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરાયું, કોંગ્રેસ પણ આક્રમક

ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન આજે પાટણના દલિતના આત્મવિલોપનના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. ...

Widgets Magazine