રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2017 (09:46 IST)

સુરતમાં ઓખી વાવાઝોડાને કારણે મોદીની સભા રદ કરાઈ, 1672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ

ઓખી વાવાઝોડું આજે મધરાતે સુરતમાં પ્રવેશતા 50થી 60 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.વાવાઝોડું આવતા પહેલાં તંત્ર સજ્જ થઈ ગયું છે. ઓલપાડ ખાતે બે ગામગમાં વધુ અસરના કારણે 1672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ બે એનડીએરએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે.

જ્યારે સુરત શહેરમાં નેતાઓના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.આવતીકાલની વડાપ્રધાનની સભા પણ રદ કરી દેવામાં આવી છે. લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડમાં આ સભા મંગળવારની જગ્યાએ હવે બુધવારે યોજવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે રીંગરોડ મહાવીર ટેક્ષટાઇલ માર્કેટ પાસે, મોર્ડન ટાઉનશીપ, લિંબાયત ફાયર સ્ટેશન પાસે અને ઉત્સવ પાર્ટી પ્લોટ, સીટીલાઇટ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તરપ્રદેશ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા 14 મેયર પણ સુરત ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સુરત ખાતે આવનાર હતા. જોકે, ઓખી વાવાઝોડાના કારણે આ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જ્યારે મનોજ તિવારીના કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યા છે.