બનાસકાંઠાની વધુ બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે : હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં પંજો

મંગળવાર, 13 માર્ચ 2018 (12:57 IST)

Widgets Magazineબનાસકાંઠાની વધુ કોંગ્રેસના ફાળે ગઈ છે અને હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથમાં સતા આવી છે બનાસકાંઠાની કુલ 14 પૈકી 12 તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે 6-6 પંચાયતોમાં જીત મેળવી હતી. જ્યારે બાકીની બે તાલુકા પંચાયતમાં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો હતો. જે બંને કોંગ્રેસના  ફાળે જતાં કોંગ્રેસે હવે કુલ 8 તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં 6 પર ભાજપ અને 6 પર કોંગ્રેસે કબ્જો  જમાવ્યો હતો.

જ્યારે લાખણી અને દિયોદર એમ બે તાલુકા પંચાયતમાં ટાઈ પડી હતી.પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ પડેલી બંને તાલુકા પંચાયતમાં પંચાયત ધારા મુજબ ચૂંટણી અધિકારીએ બંને પક્ષના ઉમેદવારોના નામ મુકી ચિઠ્ઠી ઉપડાવી હતી. જેમાં બંને જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોના નામ નીકળતા બંને પંચાયત પર કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી.અગાઉ ભાજપ પાસે 10 તાલુકા પંચાયત હતી. તેમાંથી હવે માત્ર 6 તાલુકા પંચાયત પર ભાજપની સત્તા રહી છે. જ્યારે કે કોંગ્રેસે 8 તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો છે. બનાસકાંઠાની તમામ તાલુકા પંચાયતમાં હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ કુલ 14 તાલુકા પંચયાત પૈકી કોંગ્રેસે દાંતા, વડગામ, લાખણી,  દિયોદર, ભાભર, પાલનપુર, દાંતીવાડા અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી છે. જ્યારે ભાજપે અમીરગઢ, ડીસા, સુઇગામ, વાવ, થરાદ અને ધાનેરા એમ કુલ 6 તાલુકા પંચાયત પર સત્તા મેળવી છે. બનાસકાંઠા જીલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે વિધાનસભામાં બહુમતી મેળવ્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પલડું મજબૂત રહ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરેન્દ્રનગરનો બનાવ- વકિલને કૂતરું કરડ્યું તો કોર્ટે આપ્યો વળતરનો આદેશ

કન્ઝ્યુમર કોર્ટ દ્વારા સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટીને એક વકીલને 2000 રુપિયા વળતર તરીકે ...

news

ગુજરાતમાં 4.72 કરોડ ચો.મી. ગૌચરની જમીનો પર માફિયાઓનાં દબાણો

ચૂંટણી ટાણે ગાયોનુ રાજકારણ ખેલીને ખોબલે ખોબલે મતો મેળવનાર ભાજપના રાજમાં હવે ગાયો માટે ...

news

ગુજરાતના ૪૨.૬ ટકા ખેડૂત કુટુંબો દેવાગ્રસ્ત

ગુજરાત રાજ્યના ગામડાઓમાં રહેતા અંદાજે ૫૮.૭૧ લાખ કુટુંબોમાંથી ખેતી સાથે સંકળાયેલા ૩૯.૩૦ ...

news

જાણો વિજય રૂપાણી આખરે વિજય મોદી કેવી રીતે બની ગયાં.

સુરતમાં એક અઠવાડિયા પહેલાં મહિલા દિવસની ઉજવણી માટે લાગેલા હોર્ડિગ્સનો વિવાદ થયો છે. એક ...

Widgets Magazine