મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 19 માર્ચ 2018 (16:25 IST)

શું ગુજરાતના ખેડૂતો ખેતીવાડી છોડી રહ્યાં છે ?

ગુજરાતમાં પોષણક્ષમ ભાવોથી માંડીને અનેક પ્રશ્નોથી પિડાતા ખેડૂતો હવે ખેતીમાં ઓછો રસ દાખવે છે. આ કારણોસર ખેતીના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે 3.87 લાખ હેક્ટરમાં ખેતી થઇ નથી.પરિણામે ગુજરાતમાં 7.32 લાખ ટન અનાજ ઉત્પાદન ઓછુ થયુ છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2016માં જુવારનું વાવેતર 106000 હેક્ટરમાં થયુ હતું. જયારે 2017માં 75000 હેક્ટરમાં વાવેતર થઇ શક્યુ હતું. ઉત્પાદનમાં જુવાર 2016માં 150000 ટન થયું હતું. જયારે 2017માં 101000ટન થઇ હતી. વર્ષ 2016માં ચોખાનું 837000 હેક્ટર વાવેતર નોધાયુ હતું. જે વર્ષ 2017માં ઘટીને 805000 હેક્ટરમાં થયુ હતું. 2016માં 1929000 ટન ચોખાનું ઉત્પાદન થયુ હતુ. જે ઘટીને વર્ષ 2017માં 1762000 ટન થયુ હતુ. આમ અનાજનું કુલ ઉત્પાદન 2016માં 7420000 ટન થયુ હતું. જે ઘટીને વર્ષ 2017માં 6688000 ટન થવા પામ્યુ હતું. આમ,અનાજના ઉત્પાદનમાં 732 ટકાનો ઘટાડો જયારે અનાજના વાવેતરમાં 387 ટકાનો ઘટાડો થયો હતો. મગફળીના ઉત્પાદનમાં વધારો થયો હતો. પરંતુ વાવેચરની જમીનમાં 164 ટકાનો ઘટાડો થયો હતો. માત્ર ઘઉંના ઉત્પાદનમાં 303 ટકા જયારે વાવેતરમાં 58 ટકાનો વધારો નોંધાયો હતો.
ખેતીના નિષ્ણાતો કહે છેકે, કૃષિ વિકાસ પાછળ સરકારે બજેટના કરોડો રુપિયાનો ધુમાડો કરે છે. પરંતુ ખેડૂતોને અપુરતી વિજળી, સિંચાઇનું પાણી મળતા નથી.પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળતાં નથી.મોંઘા બિયારણ,ખાતર અને જંતુનાશક દવાઓએ ખેતીને વધુ મોંઘી બનાવી છે.ખેતમજૂરોના ભાવ વધતા ખેતી કરવી મોંઘી બની છે. બીજી તરફ, સરકારે દર વર્ષે કરોડોનો ધુમાડો કરીને કૃષિમેળા કરે છે. અને બજેટમાં ખેતીલક્ષી યોજના પાછળ કરોડો ફાળવવામાં આવે છે. છતાંય ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થતો નથી. ખેડૂતોની દશા દિનપ્રતિદીન દયનીય બનતી જાય છે. આ કારણોસર સરકારની કૃષિનિતી સામે પણ સવાલો ઉઠયાં છે.