માછીમારોની બોટ ગુમ થાય કે સંપર્ક ના થાય તો સરકારને જાણ કરવી ફરજિયાત

શનિવાર, 9 જૂન 2018 (16:27 IST)

Widgets Magazine
fisherman


માછીમારો દરિયો ખેડવા જાય અને જો થાય કે બોટનો સંપર્ક ન થાય તો બોટ માલિકે સંબધિત સરકારી એજન્સીને જાણ કરવી ફરજિયાત છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા ચોરવાડ, માંગરોળ મરીન, શીલ ખાતેથી વહાણ-બોટો દરિયામાં માછીમારી માટે જાય છે અને મોટાભાગની વસ્તી માછીમારીના ધંધા સાથે સંકળાયેલી છે. સૂૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિયમ માછીમારોની સલામતી માટે બનાવવામાં આવ્યો છે. આ અગાઉ, તા. ૨૯-૧૧-૧૩નાં રોજ મુંદ્રા બંદરેથી નૈશાદ ઈશા થૈમ તથા જુસબ સુલેમાન જાફરાબાદીની માલિકીનું વહાણ સલાલા ઓમાન જવા ખાંડનો જથ્થો ભરીને ૧૨ ક્રૂ મેમ્બરો સહિત રવાના થયેલ હતુ. મુંદ્રા બંદરેથી નીકળ્યા બાદ તા. ૨-૧-૧૪ ના રોજ વહાણનું સોમાલિયાના ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું, પરંતુ આ વહાણ ગુમ થવા સંબંધે તેના માલિકે કોઇ એજન્સીને કે સરકારી તંત્રને જાણ કરી નહોતી.

આ એક રાષ્ટ્રીય સલામતીને સ્પર્શતી ગંભીર ઘટના છે. વહાણ ગુમ થયું હોય તે સમયગાળા દરમ્યાન વહાણ કે વહાણનાં ક્રૂ મેમ્બરનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થાય તે બાબત નકારી શકાય નહીં. આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ-બોટ માલિકે જ્યારે પોતાનું વહાણ કે બોટ વાતાવરણીય કારણોસર કે ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાનાં કારણોસર કે અન્ય કોઇપણ કારણોસર વહાણ-બોટ ગુમ થાય કે વહાણ-બોટ સાથેનો તેના માલિકનો સંપર્ક નિશ્ર્ચિત સમયગાળા બાદ ના થતો હોય તો તે બાબતોની જાણ સંબંધિત તમામ સરકારી એજન્સીને ફરજિયાત કરવાની રહેશે. જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.વી.અંતાણીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ના નં-૨) ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તા. ૯મી જૂનથી ૬૦ દિવસ સુધી અમલી બને તેમ આદેશ ફરમાવ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓ માટેના નવા ...

news

જાણો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટો જીતશે

ગુજરાતની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો જીતી શકાય તેમ ...

news

અમદાવાદમાં રવિવારથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં છેલ્લા અઢી મહિનાથી કાળઝાળ ગરમીએ કેર વર્તાવ્યો છે. પરંતુ હવે ગણતરીના દિવસોમાં ...

news

શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થક BJPમાં મૂર્ખ બન્યાની લાગણી અનૂભવી રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી પુરૃષોત્તમ રૃપાલા શુક્રવારના રોજ શંકરસિંહ વાઘેલાને મળવા તેમના ગાંધીનગર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine