ગુજરાતમાં જળસંકટની તૈયારી, હવે ખેડૂતો માટે નવું ફરમાન

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:47 IST)

Widgets Magazine

ગુજરાતમાં આગામી ઉનાળામાં પીવાના અને સિંચાઇના પાણીની કારમી તંગી પડવાની છે તેથી સરકારે આગોતરૂં આયોજન કરી નર્મદા કેનાલના પાણીને પીવા માટે અનામત કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતના મુખ્ય જળાશયોમાં માત્ર 40 થી 45 ટકા પાણી બચ્યું હોઇ સરકારે પાણી બચાવોની ઝૂંબેશ શરૂ કરી છે. નર્મદામાંથી પાણી લેતાં ખેડૂતોને પણ નોટીસો આપવાનું શરૂ કર્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી નર્મદાની કેનાલોમાંથી ગેરકાયદે પાણી ખેંચતા ખેડૂતોને નોટીસો આપવાની શરૂ કરી છે. નિગમે જાહેર કર્યું છે કે કેનાલમાં બકનળી, ડીઝલ પમ્પ કે ઓઇલ પંપ રાખવામાં આવ્યા હોય તો તેને તત્કાલ હટાવી લેવા અન્યથા ખેડૂતોને નુકશાન સહન કરવું પડશે. આગામી ત્રણ દિવસમાં આવા ગેરકાયદે પમ્પ હટાવી લેવા નહીં તો નિગમ તરફથી જે કાર્યવાહી થશે તેની જવાબદારી ખેડૂતોની રહેશે. આ ઉનાળામાં ખેડૂતોને કેનાલમાંથી સિંચાઇના પાણી મળી શકે તેમ નથી.ખેડૂતોને બોર અને કુવાનો ઉપયોગ કરવાની સૂચના ગુજરાત સરકારે અગાઉ આપી છે.ગુજરાતમાં મધ્યપ્રદેશ નર્મદાના પાણી છોડી શકે છે પરંતુ તે રાજ્યમાં ચૂંટણી હોવાથી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતને પાણી આપવાના મતના નથી. સરકારે કેન્દ્રને દરમ્યાનગીરી કરવી પડે તેવી નોબત આવી છે. રાજ્યના બીજા નાના મોટા જળાશયોમાં પણ પાણીના સ્ત્રોત ઘટતાં ઉનાળામાં જળસંકટ સર્જાય તેવી સંભાવના છે. સરકારમાં સિંચાઇ અને પીવાના પાણી અંગે ઓફિસરોની સંખ્યાબંધ મિટીંગો ચાલી રહી છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?

news

સફેદ ચૂનાનો કાળો કારોબાર: મીલીભગતથી 7 લાખ હેક્ટર જમીનને નુકસાન

દરિયાની ખારાશને આગળ વધતી અટકાવીને પાણીને કુદરતી રીતે શુદ્ધ રાખવામાં મહત્વની ભૂમિકા અદા ...

news

ગુજરાતમાં પદ્માવત ફિલ્મ દર્શાવવા માટે રિટ થઈ

વિવાદના વંટોળમાં ઘેરાયેલી સંજય ભણસાલી નિર્મિત પદ્મવત ફિલ્મને ગુજરાતમાં દર્શાવવા માટે ...

news

Love Point સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું છે

લવ પોઇન્ટ સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ તોડ બાજીનું સ્થળ બની રહ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine