ગુજરાતમાં શાળા બંધને મિશ્ર પ્રતિસાદ, વાલિઓનું ઓછુ સમર્થન

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (12:40 IST)

Widgets Magazine
school o of gujarat


રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલ બેફામ ફી વધારાના વિરોધમાં વાલી મંડળો દ્વારા આજે શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે આપવામાં આવેલ એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલીક શાળાઓએ સ્વેચ્છિક રીતે બંધ પાળ્યો હતો તેમજ અમુક જગ્યાએ બંધને નિષ્ફળતા સાંપડી હતી. અમદાવાદની એક શાળાએ આજે બપોર બાદ રાજાની જાહેરાત કરી હતી.

રાજ્યમાં ૨૦૧૭ ની સાલમાં બેફામ ઉઘરાવેલી ફીને પરત આપવાની માંગ સાથે ઓલ પેરેન્ટ્સ એસો. દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વડોદરામાં ગોત્રી સેવાસી રોડ ખાતે આવેલી શૈશવ સ્કૂલ તેમજ શોનેન સ્કુલ બહાર વાલીઓએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો તેમજ ખાનગી શાળાઓની મનમાનીનો વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરનાં વઢવાણમાં અલ્ટ્રાવિઝ સ્કુલનાં વિધાર્થીઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરી ફી વધારાનો વિરોધ કર્યો હતો. જયારે જામનગરમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને વાલીઓની બેઠક બાદ ભવનસ શ્રી એ.કે. દોષી વિદ્યાલય દ્વારા વાલીઓને ફી પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

LIVE: અમે ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાને સમજાવી ન શક્યા - જસ્ટિસ ચમલેશ્વર

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પહેલીવાર થઈ રહ્યુ છે કે જ્યારે ચીફ જસ્ટિસ પછી ચાર સૌથી ...

news

આકાશમાં ભારતની 'ત્રીજી આંખ', કેમ ગભરાય રહ્યુ છે ચીન અને પાકિસ્તાન ?

ભારતે શુક્રવારે અંતરિક્ષના ક્ષેત્રમાં ઈતિહાસ રચી દીધો છે. સવારે 9.28 પર ઈસરોએ શ્રી ...

news

૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીમાં ૫૦ સ્ટેજ પર કલ્ચરલ પ્રોગ્રામ

ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન આગામી ૧૭ જાન્યુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા ...

news

રાજસ્થાન - મનોરંજન પેરાડાઈસમાં લાગી ભીષણ આગ.. 10 બંબા પહોચ્યા

રાજસ્થાનના જયપુરમાં જવાહર લાલ માર્ગ પર સ્થિત મનોરંજન પેરાડાઈસમાં ભીષણ આગ લાગી છે. આગ પર ...

Widgets Magazine