સત્તાના જોરે સરકાર વિપક્ષનો અવાજ રૃંધી નહીં શકે -પરેશ ધાનાણી

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (14:11 IST)

Widgets Magazine
paresh dhanani


ભાજપના રાજમાં પંચાયતીરાજથી માંડીને ન્યાયપાલિકા પર આક્રમણ થઇ રહ્યુ છે જેના લીધે સામાન્ય વ્યક્તિનો ન્યાય પરથી વિશ્વાસ ડગ્યો છે તેવો આરોપ મૂકતા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, હવે સત્તાના જોરે ભાજપ સરકાર રૃંધી નહી શકે કેમ કે, વિપક્ષએ લોકોનો અવાજ બની રહેશે.પ્રજાલક્ષી પ્રશ્નોના મુદ્દે વિપક્ષ સરકાર સામે જોરદાર લડત આપવા સક્ષમ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભલે અંકગણિતની દ્રષ્ટિએ ભાજપે સત્તાના સિંહાસન સંભાળ્યા હોય પણ વાસ્તવમાં કોંગ્રેસ ગુજરાતની જનતાનો પ્રેમ મેળવવામાં ખૂબ જ સફળ થઇ છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકારની નિષ્ફળ નિતીઓની આકરી ટિકા કરતાં કહ્યું કે,વાયબ્રન્ટ ગુજરાતમાં હજારો બીપીએલકુટુંબધારકો આજે બે ટંક ભોજનથી પણ વંચિત છે. કણનુ મણ કરનારાં ખેડૂતોને આજે મોઘું બિયારણ,દવા,ખાતર ખરીદવી પડ છે તેમ છતાંયે પોષણક્ષમ ભાવો મળતા નથી.ગામડામાં બાળકોને શિક્ષણ મળતુ નથી,સરકારી દવાખાનામાં દવા-સારવારનો અભાવ છે. આજે ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ સરકાર પ્રજાને આપેલા વાયદા ભૂલી ગઇ છે.ગાંધીનગરમાં ભાજપના સત્તાધીશો ફરીએકવાર સત્તાની ભાગબટાઇમાં મસ્ત બન્યાં છે. આગામી વિધાનસભામાં સિનિયર ધારાસભ્યોના અનુભવ,યુવા ધારાસભ્યોના જોશના સમન્વયથી પ્રજાના પ્રશ્નો ઉઠાવી સરકારને ઘેરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે,કમનસીબે આજે ચૂંટણીના એક મહિના બાદ પણ ધારાસભ્યો વિધાનસભાનો હિસ્સો બની શક્યા નથી. આ ગુજરાત મોડેલ છે. વિધાનસભામાં ભાજપ સરકાર પણ વિપક્ષના અવાજનો લોકોનો અવાજ સમજી હકારાત્મક દ્રષ્ટિથી પ્રશ્નોનો ઉકેલ લાવે તે જરૃરી છે. પરેશ ધાનાણી ૧૯મીએ વિપક્ષી નેતાપદે ચાર્જ સંભાળશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિપક્ષનો અવાજ પરેશ ધાનાણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex ભારત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Paresh Dhanani Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જિનપીંગ, આબે અને નેતન્યાહુ જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા શા માટે આવ્યા ગુજરાત ?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગુજરાતની મુલાકાત લેનારા ત્રીજા વિદેશી ...

news

નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ મોબાઇલવાન ભેટમાં આવી છે. આ વાન ...

news

સરકારને દોડતી રાખવા કોંગ્રેસનો નવતર અભિગમ, સરકારી વિભાગો પર નજર રાખશે કોંગી ધારાસભ્યો

ગુજરાતમાં ભાજપની નવરચીત સરકાર અનેતેની કામગીરી પર વોચ રાખવા માટે કોંગ્રેસ પડછાયો બની રહેશે ...

news

Rape- રેપ પીડિત કપડાની લાગી પ્રદર્શની, કહ્યું કપ્ડા રેપને નહી રોકી શકતા

બ્રૂસેલ્સ ના મોલનબીકમાં રેપ પીડિતના કપડાની પ્રદર્શની લગાવી. આ પ્રદર્શનીની ચર્ચા દરેક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine