શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (12:08 IST)

પોલીસ કર્મચારીઓ અને અધિકારીની રજાઓ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં અનિવાર્ય સંજોગો સિવાય તમામ પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે જે પોલીસ અધિકારી અને કર્મચારી રજા પર હતા તેમને હાજર થવા આદેશ પણ આપવા માં આવ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદના કારણે પોલીસે એક પરિપત્ર બહાર પાડી તમામ રજાઓ રદ કરી હતી. જોકે, હવે મેઘરાજાએ વિરામ લીધો છે અને સ્થિતિ થાળે પડી છે ત્યારે 21 ઑગસ્ટના રોજ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને રજા પરથી પ્રતિબંધ હટાવવા માં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો અને પૂરની સ્થિતિમાં અનેક લોકો ફસાયા હતા તેને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ ની રાજાઓ રદ કરી દેવાઈ હતી. જોકે, હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હાલ કોઈ ભારે વરસાદ ની આગાહી પણ નથી જેથી રાજયના કાયદો અને વ્યવસ્થાના વડા સંજય શ્રીવાસ્તવ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રતિબંધ દૂર થતાં હવે પોલીસ અધિકારીઓ રજા માટે મંજૂરી માંગી શકશે. ઉલ્લેખનીય છે ક તહેવારની મોસમમાં પોલીસ બંદોબસ્તના કારણે પોલીસ વ્યસ્ત રહેશે પરંતુ જે અધિકારીઓ અને કર્મચારીઓને રજા જોઈતી હશે તેમને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.