દિકરીઓ આગળ વધશે, દેશ આગળ વધશે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (16:57 IST)

Widgets Magazine
ram nath kovind


રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આજે વસંતપંચમીના પવિત્ર દિવસે જ યોજાયેલા એમ.એસ. યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહનો સુખદ સંયોગ જણાવી વસંતપંચમીને શિક્ષણ સાથેનો સીધો સંબંધ હોય, અહીંથી પદવી મેળવનારાઓના જીવનમાં પણ સદેવ માં સરસ્‍વતીની કૃપા બની રહે તેવી હાર્દિક શુભેચ્‍છાઓ આપી જણાવ્‍યું હતું કે, હવે અહીંથી બહાર નીકળી વ્‍યવહારિક અને જીવનની પાઠશાળાના પડકારો સામે પોતાની પ્રતિભાને ઉજાગર કરી સમાજ-દેશના વિકાસ સાથે તાલ-મેલ કરવાનો સમય આવ્‍યો છે.

યુવાનો ચિત્‍ત, એકાગ્રતા, નિષ્‍ઠા અને ઇમાનદારી સાથે ચાલશો, તો કોઇ પણ પડકારો પાર કરી શકશો તેમ જણાવ્‍યું હતું. આજના આ અવસરે ૧૫૯ વિદ્યાર્થીઓને ૨૬૭ સુવર્ણપદક સાથે ૧૪ વિવિધ ફેકલ્‍ટીના ૧૧ હજાર જેટલા વિદ્યાર્થીઓના પદવીદાન એનાયત કરવાના સમારોહમાં રાષ્‍ટ્રપતિશ્રીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં મેડલ-પદવી મેળવનારી દિકરીઓની સંખ્‍યા વિશેષ જોતાં માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત હોવાનું જણાવી, ગુજરાત સરકારે સમાજ નિરંતર પ્રગતિશીલ હોવાનું ફલિત કરી બતાવ્‍યું છે. તેમણે બેટીઓ આગળ વધશે, દેશ આગળ વધશે, દેશના વિકાસનું પ્રતિબિંબ પાઙે છે. તેમની બે દિવસની ગુજરાતની મુલાકાતમાં ગુજરાત સરકારના ઇન્‍ફાસ્‍ટ્રકચર અને આધુનિક સુવિધાઓ અને વિકાસનો માહોલ જોઇ તેમણે મુખ્‍યમંત્રીશ્રી સહિત રાજય સરકારની સમગ્ર ટીમ સરાહનીય હોવાનું ઉમેર્યું હતું.વડોદરા સંસ્‍કારી નગરી, એક જમાનામાં સાંસ્‍કૃતિક રાજધાની તરીકેની જાણીતી હતી. જેનો શ્રેય મહારાજ સયાજીરાવ ગાયકવાડને આપતાં  રાષ્‍ટ્રપતિએ કહયું હતું કે, મહારાજા સયાજીરાવે બેઝીક ‘‘એજયુકેશન’’ને ગણાવ્‍યું હતું. રાજમાતા શુભાંગીનીદેવી તેમની રાહે આગળ ચાલી રહયાં છે. વિશ્વ વિદ્યાલયનું થીમ સત્‍યમ, શિવમ, સુંદરમને વરેલું હોય દેશ-પ્રદેશ અને વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવે છે. સાયન્‍સ, આર્ટસ જેવા વિષયો સાથે અધ્‍યયન અને ઉદ્યમતા  સાથેના ઉચ્‍ચ ઉદાહરણો પૂરા પાડે છે. સયાજીરાવ ગાયકવાડના સ્‍વપ્‍નનું આ સ્‍વરૂપ છે જેને કારણે શ્રી અરવિંદો, બાબાસાહેબ આંબેડકર જેવા વિભૂતિઓને જોડવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થયું છે. બાબાસાહેબના વ્‍યકિતત્‍વને ઉજાગર કરવામાં પણ તેઓ વ્‍યકિતવિશેષ રહયા છે. સંવિધાનના આદર્શ મુલ્‍યોમાં પણ સયાજીરાવના વિચારોની ઝલક જોવા મળે છે. આ વેળાએ તેમણે ગઇકાલે જી.એસ.પી. કંપનીમાં લાગેલી આગમાં ચાર વ્‍યકિતઓના નિધન અંગે સંવેદના વ્‍યકત કરી હતી. રાષ્‍ટ્રપતિએ એમ.એસ.યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગીનીદેવી ગાયકવાડના નિમંત્રણને માન આપીને વડોદરા પધાર્યા છે તેમ જણાવી તેમણે દિક્ષાંત સમારોહમાં ઉપસ્‍થિત સૌને રાષ્‍ટ્રપતિ ભવન આવવા અને જોવાનું નિમંત્રણ આપ્‍યું હતું.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજ્યસભા ચુંટણી : કોંગ્રેસ આંચકી શકે છે ભાજપની બે બેઠકો

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂરી થયા બાદ હવે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીઓ યોજાઈ શકે છે. આ ...

news

મોદીની છાતી ખરેખર ૫૬ ઇંચની હોય તો હાફીઝ સઈદ અને દાઉદને પકડી લાવે- જીજ્ઞેશ મેવાણી

વડગામનાં ધારાસભ્ય અને યુવાનેતા જીગ્નેશ મેવાણીએ મોરબીમાં સભા સંબોધી હતી. આ સભામાં મેવાણીએ ...

news

પશ્વિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ મરણપથારીએ, ટ્રક માલિકોને ગાડીના હપ્તા ભરવાના ફાંફા, ઓવરલોડ ચલાવનારાઓને ઘી કેળા

પશ્વિમ કચ્છની જીવાદોરી સમા ટ્રાન્સપોર્ટ ઉધોગમાં સાડાસાતની પનોતી બેઠી છે તે ઉતારવાનું નામ ...

news

અમદાવાદના આ 10 થિએટર્સમાં પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે ‘પદ્માવત’

‘પદ્માવત’ ફિલ્મનો ભલે ગમે તેટલો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો હોય, બસો સળગી રહી હોય, બસોના કાચ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine