રાહુલ ગાંધીએ આદીવાસીઓ સાથે ટીમલી ડાન્સ કર્યો, રસ્તા પર ચાની કીટલી પર ચા પીધી

બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:40 IST)

Widgets Magazine
rahul gandhi


કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘીએ મધ્યગુજરાતની મુલાકાત દરમિયાન અનેક લોકોનાં મન મોહી લીધાં હતાં, તેમણે નવસર્જન યાત્રા દરમિયાન લોકો સાથે સંવાદ કર્યો હતો. ત્યાર બાદ તેઓ એક સામાન્ય માણસની જેમ જોવા મળ્યાં હતાં. બોડેલી ખાતે આવેલ રાહુલ ગાંધીએ જંગી જનમેદનીને સંબોધન કર્યા બાદ છોટાઉદેપુર જવા માટે રવાના થયા હતા. ત્યારે જે જગ્યાએ જંગી સભાને સંબોધન કરેલ હતી.
rain in gujarat

તે મેદાન થી નજીક જ એક ખાનગી હોટલમાં રાહુલ ગાંધી ઉભા રહ્યા હતા અને સામાન્ય વ્યક્તીની જેમ પોતાના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે નાસ્તો કર્યા હતો. મુખ્યત્વે મોટા નેતા સાથે કડક સિક્યુરિટી હોય છે. જે ભોજન અથવા સામાન્ય નાસ્તો લેવાનો હોય તેની પણ ચકાસણી કરતા હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ ખાનગી હોટલમા ચા અને સામાન્ય નાસ્તો કર્યો હતો સાથે થોડી વાર સુધી કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી પોતાના સિક્યુરિટી કોનવે તેમજ નેતાઓ સાથે હોટલમા ઉભા રહેતાની સાથે જ મોટી સંખ્યામાં લોક ટોળાં રાહુલ ગાંધીને જોવા તેમજ સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.
rahul gandhi

સામાન્ય વ્યક્તીની જેમ હોટલમા નાસ્તો કરતા રાહુલ ગાંધીને જોઈ આમ જનતા પણ ખુશ થઈ હતી. છોટાઉદેપુરમાં આદિવાસીઓને સંબોધન કરતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ સૌનો વિકાસ થવાનું વચન આપ્યું હતું. આદિવાસીઓના વિકાસ માટે ફંડ આપવામાં આવશે તેવુ વચન આપ્યું હતું, પરંતુ તેમણે એકપણ વચન પૂરા કર્યા નથી. ગુજરાતમાં જે વિકાસ થઇ રહ્યો છે, તેનો ફાયદો માત્ર મોટા ઉદ્યોગપતિઓને થઇ રહ્યો છે. રાહુલે આદિવાસીઓને પૂછ્યું હતું કે શું તમને નર્મદાનું પાણી મળી રહ્યું છે. રાજ્યમાં પાણી અને વિજળી માત્ર ધનિક લોકોને જ મળી રહી છે. નોંધનીય છે કે ટીમલી એક આદિવાસી નૃત્ય છે. સ્થાનિક આદિવાસીઓના નસેનસમાંથી ગીતમાં એવા શબ્દો છે જે આદિવાસીઓની નસેનસમાં સમાયેલા છે, જેથી એ ગીત વાગતાની સાથે જ હરકોઇ વ્યક્તિ ઉમંગભેર નાચી ઉઠે છે. આ નૃત્ય ખાસ કરીને લગ્ન પ્રસંગ, વરઘોડો, જાહેર કાર્યક્રમ, હોળી-ધૂળેટી અને મેળાઓમાં કરવામાં આવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાટણમાં ભાજપની ગૌરવ યાત્રામાં છુટા હાથની મારામારી, નાયબ સીએમ નિતીન પટેલે ભાગવું પડ્યું

ભાજપની નર્મદા યાત્રાનો શો ફ્લોપ થયા બાદ હવે ગૌરવ યાત્રામાં પણ નિષ્ફળતાના પડઘા પડી રહ્યાં ...

news

ગુજરાત સરકારનો ફરીવાર સરપ્રાઈઝ વાયદો, ગુજરાતમાં 16 નવી GIDC બનશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં અનેક વિકાસલક્ષી જાહેરાતો ...

news

Top 10 Gujarati Samachar - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર

પાટણમાં ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ...

news

ગેરકાયદે સિંહદર્શન કર્યાના આરોપ હેઠળ રામકથાકાર મોરારીબાપુ વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી

જાણિતા રામકથાકાર મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર ...

Widgets Magazine